સહકારી દૂધ ઉત્પાદક સંઘના સ્થાપક ચૌધરી માનસિંહભાઈની 102મી જન્મ જંયતીના રોજ તેમની મુર્તીને પુુષ્પાજંલી અર્પણ કરી દુધસાગર ડેરીના પુર્વ ચેરમેન વિપુલ ચૌધરી તથા ડિરેક્ટર દશરથભાઈ જોશી સહીતના લોકોએ ભેગા મળી ડેરીના પ્રશ્નો બાબતે કલેક્ટરને રજુઆત કરી હતી.
દુધ સાગર ડેરીના નિયામક મંડળમાં ખેરાલુ બેઠકના ડિરેક્ટરનુ અવશાન થયુ છે. જેથી આ ખાલી પડેલી બેઠક સહીત બે બેઠકો પર નિયમોનુસાર ચુંટણી યોજવા ગતરોજ ડેરીના પુર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ મહેસાણા કલેક્ટર ઉદીત અગ્રવાલને લેખીતમાં રજુઆત કરી હતી. આ સીવાય નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા સંચાલીત માનસિંહ ઈન્સ્ટીટ્યુટને દુધસાગર ડેરીને સોંપવામાં આવે. તથા ગુજરાતની ડેરીઓ હવે ગુજરાત પુરતી મર્યાદીત રહી નથી ગુજરાતની ડેરીઓ અન્ય રાજ્યોમાં પણ એકમો ધરાવે છે જેથી સહકારી ક્ષેત્રને મલ્ટી- કો – ઓપરેટીવ સેક્ટરમાં લઈ જવામાં આવે. આ પત્રમાં તેમને એ પણ માંગ કરી હતી કે, દુધસાગર ડેરીને વર્ષોથી ઓનએનજીસી માથી ગેસનો પુરવઠો મળે છે. જે ઘણો ઓછો છે જેથી ડેરીએ ગેસના બદલામાં વિજળીનો ઉપયોગ કરવો પડતો હોય છે. જેનો ખર્ચ પણ વધુ આવે છે. જેથી ગેસનો પુરવઠો વધારી આપવા લેખીતમાં માંગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ દ્વારા સંચાલીત માનસિંહ ઈન્સ્ટીટ્યુટને દુધસાગર ડેરીને સોંપવા બાબતે વર્તમાન ચેરમેન અશોક ચૌધરીએ પણ કેન્દ્રીય મંત્રીને કરી છે.