ગરવી તાકાત વડનગર : કોડીનાર તાલુકાના વડનગર ગામમાં આવેલ અબુંજા સિમેન્ટ કંપની દ્વારા થતા પ્રદુષણથી વડનગર ગામના ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જેના સંદર્ભમાં યુવા અગ્રણી ભાવેશ સોલંકીએ PMO માં ફરિયાદ કરી હતી,ત્યારબાદ GPCB દ્વારા સ્થળ તપાસ કરી હતી અને ત્યારબાદ ભાવેશભાઈ સોલંકીને પત્ર દ્વારા જવાબ આપ્યો હતો કે આપની ફરિયાદના અનુસંધાનમાં કાર્યવાહી થયેલ છે અને પગલાં ભરેલા છે.
આ બાબતે ભાવેશ સોલંકીએ ફરીથી PMO માં ફરિયાદ કરી છે કે મારા દ્વારા કરવામાં આવેલ ફરિયાદ બાદ પ્રદુષણ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા મારી વાડીની મુલાકાત લીધેલ અને અબુંજા સિમેન્ટ ફેકટરી દ્વારા થતા નુકસાન અંગે નિરીક્ષણ કર્યું હતું,પરંતુ ત્યારબાદ પ્રદુષણ વિભાગ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો છે કે “આપના દ્વારા કરવામા આવેલ ફરિયાદના આધારે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી છે”,પણ શું પગલાં લેવામાં આવ્યા છે તેની વિગતવાર માહિતી આપવામાં આવી નથી.
આમ પ્રદુષણ વિભાગ દ્વારા કરેલ કાર્યવાહી અંગેના સાધનિક કાગળો અને વિગતવાર માહિતી પૂરી ન પાડતા યુવા અગ્રણી ભાવેશભાઈ સોલંકી દ્વારા ફરીથી PMO માં ફરિયાદ કરી છે અને તેમની ફરિયાદના અનુસંધાનમાં સંતોષકારક જવાબ ન મળતા પ્રદુષણ વિભાગ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની વિગતવાર માહિતી આપવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે.