વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સી.જે.ચાવડાને ટિકીટ અપાતાં નારાજ થયા હતા
ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશ રજગોર દ્વારા ગિરીશભાઇ ને કમલમ ખાતે લઈ જઈ મનાવાયા
ભાજપ માહા મંત્રી રજનીભાઇ પટેલ અને રત્નાકરજીએ ગોવિંદભાઈ પટેલની કરી મુલાકાત
ગરવી તાકાત, મહેસાણા તા. 29 – આગામી લોકસભાની ચૂંટણીને લઇને ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યાં છે તો સાથે સાથે યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ પણ તાજેતરમાં જાહેર કરી દેવામાં આવ્યાં છે. ત્યારે ઉમેદવારોના નામ જાહેર થતાંની સાથે જ ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો રાજકિય માહોલ સર્જાયો હતો.
જેમાં કેટલાક નેતાઓ આગેવાનોમાં ઉમેદવારોના નામ જાહેર થતાં નારાજગી જોવા મળી હતી. આવા જ વિજાપુરના એક ભાજપના આગેવાન ગોવિંદભાઇ પટેલ પણ નારાજ થયા હતા. જેમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસમાં ચાલુ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. ત્યારે વિજાપુરની આ ખાલી પડેલી બેઠક માટે વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની હોય જેમાં સી.જે. ચાવડાના નામની મહોર મારવામાં આવી હતી.
જેને પગલે વિજાપુર ગોવિંદભાઇ પટેલે રાજીનામુ આપવાનું નક્કી કરી લીધું હતું. વિજાપુર વિધાન સભાની પેટા ચૂંટણી ને લઈ ભાજપે ઉમેદવારનુ નામ જાહેર કરતા નારાજ થયેલાં ભાજપ નેતા ગોવિંદભાઈ ને મનાવી લેવાયા . ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશ રજગોર દ્વારા ગિરીશભાઇ ને કમલમ ખાતે લઈ જઈ મનાવાયા ભાજપ માહા મંત્રી રજનીભાઇ પટેલ અને રત્નાકરજીએ ગોવિંદભાઈ પટેલની કરી મુલાકાત. મુલાકાત બાદ ગોવિંદભાઇ પટેલનુ રાજીનામું પરત લેવાયું . વિજાપુર વિધાન સભાના ઉમેદવાર સી જે ચાવડાએ પણ ગોવિંદભાઈ ને મળ્યાં