ગુજરાતમાં દારૂ બંધી માત્ર કાગળ પર હોવાની વાત સાબિત કરતો વીડિયો વાયરલ થયો છે. મગીસાગરના વીરપુર તાલુકાની ડેભારી ગ્રામ પંચાયતનો વીડિયો વાયરલ થયો છે. પંચાયતમાં તલાટી મંત્રી દારૂની મહેફિલ માણતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પંચાયતની અંદર દારૂની મહેફિલ:
મહિસાગર જિલ્લાના ડેભારી ગ્રામ પંચાયતનો વીડિયો વાયરલ થયો છે. તેમાં તલાટી મંત્રી પંચાયતની ઓફિસમાં ટેબલ પર દારૂનો ગ્લાસ ભરી રહ્યાં છે. ડેભારી ગ્રામ પંચાયતના તલાટી રમેશભાઈ સહિત અન્ય લોકો અહીં દારૂની મહેફિલ માણી રહ્યાં છે. આ વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સ્થાનિકોઓ જિલ્લા વિકાસ અધિકારીને કરી રજૂઆત:
પંચાયતની ઓફિસમાં દારૂ પાર્ટીનો વીડિયો વાયરલ થયાં બાદ સ્થાનિક લોકોએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી. પરંતુ લોકોની રજૂઆત બાદ હજુ મંત્રી સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. તલાટી સામે તંત્રએ આંખ બંધ કરી દેતા લોકો પણ ચર્ચા કરી રહ્યાં છે.
(ન્યુઝ એજન્સી)