કર્નાડ ઘણાં સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી

નવી દિલ્હી: પ્રખ્યાત કન્નડ નાટ્યકાર, રંગકર્મી, એક્ટર, ડિરેક્ટર અને સ્ક્રીન રાઈટર ગિરીશ કર્નાડનું આજે વહેલી સવારે 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ ઘણાં સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. મલ્ટીપલ ઓર્ગન્સ ફેઈલ થવાના કારણે આજે સવારે બેંગલુરુમાં તેમનું નિધન થયું છે. કર્નાડના નિધનથી સાહિત્ય અને સિનેમા જગતમાં શોકની લાગણી છે.