અમિત શાહ ગૃહ મંત્રી બન્યા બાદ પહેલી વાર જમ્મૂ-કશ્મીરની મુલાકાતે છે. ત્યારે પહેલી વાર જમ્મૂ-કશ્મીરમાં એવું બન્યું છે કે કોઈ કેન્દ્રનાં પ્રતિનિધિની મુલાકાત દરમ્યાન બંધનું એલાન ટાળવામાં આવ્યું હોય. કશ્મીર ઘાટીમાં આતંકવાદનાં ત્રણ દશકામાં પહેલી વાર એવું બન્યું છે કે અલગાવવાદી સંગઠનોએ કોઈ ગૃહ મંત્રીની મુલાકાત દરમ્યાન બંધની અપીલ કરી નથી.

અમિત શાહ ગૃહ મંત્રી બન્યા બાદ પહેલી વાર જમ્મૂ-કશ્મીર ની મુલાકાતે છે. ત્યારે પહેલી વાર જમ્મૂ-કશ્મીરમાં એવું બન્યું છે કે કોઈ કેન્દ્રનાં પ્રતિનિધિની મુલાકાત દરમ્યાન બંધનું એલાન ટાળવામાં આવ્યું હોય. કશ્મીર ઘાટીમાં આતંકવાદનાં ત્રણ દશકામાં પહેલી વાર એવું બન્યું છે કે અલગાવવાદી સંગઠનોએ કોઈ ગૃહ મંત્રીની મુલાકાત દરમ્યાન બંધની અપીલ કરી નથી.

ઉલ્લેખનીય છે કે, ત્રીજી ફેબ્રુઆરીનાં રોજ પીએમ મોદીએ જ્યારે જમ્મૂ-કશ્મીરની મુલાકાત લીધી ત્યારે ગિલાની, મીરવાઈઝ અને જેકેએલએફનાં ચીફ યાસીન મલિકની આગેવાનીવાળા સંગઠન સંયુક્ત પ્રતિરોધ નેતૃત્વએ ઘાટીમાં સંપૂર્ણ બંધનું એલાન આપ્યુ હતું. અમિત શાહે અહીં અનેક તબક્કાવાર બેઠકો પણ યોજી છે.

રાજ્યની વર્તમાન સ્થિતિ અને સળગતા પ્રશ્નોની સમીક્ષા તથા અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને અમિત શાહે સમીક્ષા પણ કરી. સાથો સાથ રાજ્યપાલ સત્યપાલ મલિક અને સુરક્ષાબળનાં અધિકારીઓ તથા વિવિધ સમાજના ડેલિગેશન અને પંચાયતો સાથે પણ બેઠક યોજી છે. આ સિવાય અમિત શાહ અમરનાથ બર્ફાની બાબાની પણ દર્શન કરવાના છે.

ગૃહમંત્રી બન્યા બાદ પોતાની પહેલી મુલાકાત અંતર્ગત અમિત શાહ બુધવારનાં રોજ ગ્રીષ્મકાલીન રાજધાની શ્રીનગર ખાતે પહોંચ્યા હતાં. આ દરમ્યાન તેઓએ સુરક્ષા અને વિકાસ સાથે જોડાયેલી પરિયોજનાઓનાં મુદ્દે અનેક બેઠકોની અધ્યક્ષતા કરી.

View image on Twitter

આતંક પર કડક વલણ યથાવત રાખેઃ સુરક્ષાનાં મુદ્દા પર એક ઉચ્ચ સ્તરીય બેઠક દરમ્યાન શાહે તમામ એજન્સીઓથી આતંકીઓ અને ઉપદ્રવીઓ વિરૂદ્ધ સખ્ત વલણ યથાવત રાખવાનું કહ્યું. તેઓએ સુરક્ષા એજન્સીઓનાં પ્રમુખોને અમરનાથ યાત્રીઓ પર કોઇ પણ પ્રકારનાં આતંકી હુમલાને અથવા તો ખતરાને ટાળવા માટે તમામ સંવેદનશીલ અને ઘુસપેઠનાં સંભવિત પોઇન્ટ પર સુરક્ષા વ્યવસ્થા ચાક-ચૌબંધ કરવાનાં નિર્દેશ આપ્યાં છે.

ઉલ્લેખનીય છે કે સુરક્ષાકર્મીઓ અને તમામ એજન્સીઓ સાથે યોજેલી બેઠકમાં અમિત શાહે આતંકીઓ વિરૂદ્ધ કડક વલણ દાખવવા માટે કહ્યું છે. અમરનાથ યાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ટાળવા માટે અને ઘૂસણખોરી તથા સંભવિત પોઈન્ટ પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્તના નિર્દેશ આપ્યાં છે