◊ગરવીતાકાત,અમદાવાદ(તારીખ:૦૫)◊

રાજ્યમાં હાલ શાકભાજીના ભાવો સામાન્ય લોકોને દઝાડી રહ્યા છે. શાકભાજીમાં ભાવો સતત વધી રહ્યાં છે. રાજ્યમાં અતિવૃષ્ટિની સ્થિતિ છે. જેને કારણે ખેતરોમાં શાકભાજીનું ઉત્પાદન ધોવાઈ ગયું છે. ત્યારે બજારમાં તેની આવક ઘટી જતાં ભાવો ઉચકાયા છે. વરસાદ ઓછો થાય તો શાકભાજીનું ઉત્પાદન ઘટી જતાં ભાવો વધે.. તો અતિવૃષ્ટિ થાય તો પણ પાક ધોવાઈ જતાં ભાવો વધે. મેઘ મહેર હવે કેર સાબિત થઈ રહી છે. ભારે વરસાદને કારણે કૃષિમાં મોટું નુકસાન થયું છે. ખેતરોમાં શાકભાજીનું ઉત્પાદન પણ ધોવાઈ ગયું છે. બજારોમાં શાકભાજીની આવક ઘટી ગઈ છે. જેને કારણે શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

અમદાવાદમાં જમાલપુર શાકમાર્કેટમાં શાકભાજીની આવકમાં ૩૦ થી ૪૦ ટકા ઘટ નોંધાયો છે. શાકભાજીના વધી રહેલા પ્રતિ કિલો ભાવો પર નજર કરીએ તો ટામેટા ૫૦ થી ૬૦ રૂપિયા, તુવેર ૧૬૦ રૂપિયા.. ચોળી ૧૦૦ થી ૧૧૦ રૂપિયા, કારેલા ૮૦ થી ૧૦૦ રૂપિયા, વટાણા ૧૪૦ થી ૧૫૦ રૂપિયા, ફ્લાવર ૭૦ રૂપિયા, રીંગણ ૬૦ થી ૭૦ રૂપિયા, કોબીજ ૭૦ થી ૮૦ રૂપિયા, ભીંડા ૭૦ થી ૯૦ રૂપિયા, આદુ ૧૦૦ થી ૧૧૦ રૂપિયા, લસણ ૧૮૦ થી ૨૦૦ રૂપિયા તો મરચા ૬૦ થી ૮૦ રૂપિયા છે. શાકભાજીના વધી રહેલા ભાવોની અસર રસોડામાં જોવા મળી છે. મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે તહેવારો ટાણે ખાસ કરીને ગરીબ અને માધ્યમ વર્ગના લોકોના બજેટ ખોરવાઈ ગયા છે.

Contribute Your Support by Sharing this News: