કપડવંજ – અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તેમજ વેદમાતા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ કપડવંજ દ્વારા આંત્રોલી ગામમાં ઘરે ઘરે ગાયત્રીયજ્ઞ  અંતર્ગત 24 જેટલા ઘરોમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું દરેક ઘરોમાં દેવસ્થાપના કરવામાં આવી હતી તેમજ 50 જેટલા ભાઈબહેનોને દીક્ષિત કરીને આ મિશનમાં જોડાયા હતા .આંત્રોલી ગામમાં સૌ પ્રથમ વખત ગાયત્રી પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિતાબેન પટેલ અને નિલેષભાઈ પટેલે કાર્યક્રમ માટે ભારે જહેમત ઉઠાવીને સુંદર રીતે આયોજન કરેલ તેમજ કાર્યક્રમની વ્યવસ્થા શ્રી જશુભાઇ પ્રજાપતિએ નિભાવી હતી આવા પવિત્ર કાર્યક્રમમાં અનુયાયીઓ ,ગ્રામજનો જોડાયા હતા.

વેદમાતા ગાયત્રી પરિવાર ટ્રસ્ટ કપડવંજ દ્વારા શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ કણિયેલ તા કઠલાલના ધોરણ 10  અને 12 ના બોર્ડની પરીક્ષા આપનાર બાળકોને  શુભેચ્છા કાર્યક્રમ શ્રી જશુભાઇ પ્રજાપતિના યજમાન પદે યોજાયો .જેમાં બાળકોને કુમકુમ તિલક ,નાડાછડી ,પુષ તેમજ શિલ્ડ આપીને વૈદિક મંત્રો  દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા . પોતાના કેરિયરમાં ખૂબ જ આગળ વધે અને સારા ગુણ સાથે સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પણ આપી હતી . આ કાર્યક્રમમા જશુભાઇ પ્રજાપાઈ , રમીલાબેન ,રેખાબેન ,પ્રેમિલાબેન નયના બેન ,ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ ,તાલુકા પંચાયત સદસ્ય ,એડ્વોકેટ ભરતભાઇ ,મંડળના સંચાલકઓ ,સભ્યોઓ તેમજ ગામના આગેવાન સાથે ગ્રામજનો હાજર રહીને બાળકોને શુભેચ્છા આપી હતી

Contribute Your Support by Sharing this News: