ગરવી તાકાત,પાટણ
રોટરી ક્લબ પાટણ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ તથા નેશનલ કાઉન્સિલ ટીચર્સ સાઇન્ટીસ્ટ(ગુજરાત) પાટણ જિલ્લા દ્વારા વૈદિક ગણિત વેબિનારનું આયોજન કરાયું હતુ. ઉત્તર ગુજરાત સહીત સમગ્ર ગુજરાતભરના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો મોટી સંખ્યામાં જોડાઇને વૈદિક ગણિત વેબિનાર થકી ગમ્મતમય, આનંદમય અને સરળ ગણિત નો લાભ લીધો હતો. અંદાજિત 6,000 જેટલા લોકોએ આ વેબિનારનો લાભ લીધો હતો આ સમગ્ર વેબિનારના તજજ્ઞની ભૂમિકામાં નેશનલ ટ્રેનર રાજ્ય પારિતોષિક શ્રેષ્ઠ શિક્ષક અને પી. પી.જી. એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ ના આચાર્યશ્રી ધનરાજભાઈ ઠક્કર તથા બીજા તજજ્ઞ ખૂબ જ ઉત્સાહી નવીન શિક્ષણ નીતિ ટાસ્ક કમિટી સભ્ય અને અને કેળવણીકાર એવા શ્રી રૂપેશભાઈ ભાટીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો – મહેસાણા સહીત 12 જીલ્લામાં 127 કરોડના ખર્ચે કરાયેલ જમીન માપણીમાં મોટા પ્રમાણમાં કૌભાંડ
આ વેબીનારમાં ખૂબ જ સરળ અને હળવી શૈલીમાં બંને તજજ્ઞઓ એ વધુ રોચક અને રસાળ બનાવ્યો હતો. બાબુભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે વૈદિક ગણિત વેબિનાર થકી ગમ્મતમય, આનંદમય અને સરળ ગણિત નો લાભ વિદ્યાર્થીઓ લઇ શકે છે. વિદ્યાર્થીઓ સરળતાથી વૈદિક ગણિત શીખી શકે છે શાળાઓ માં શિક્ષણ કાર્ય બંધ છે ત્યારે ઓનલાઇન વેબિનાર વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક છે વૈદિક ગણિત વિદ્યાર્થીઓ ના ગણિત ના પાયાનું ઘડતર કરે છે.આ વેબિનારને સફળ બનાવવા રોટરી ક્લબ પાટણના પ્રમુખરો. રણછોડભાઈ પટેલ, મંત્રીશ્રી ઝુઝારસિંહ સોઢા, કલબ ટ્રેનર રો. બાબુભાઈ પ્રજાપતિ,કૉ.ચે.રો.ઘેમરભાઈ દેસાઈ, રો. વિનોદભાઈ સુથાર રો. જયરામભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.