વાવના ભાટવર ગામે વરસાદી પાણી ભરાયું ગામની એસી ટકા જેટલી જમીન તેમજ સૌ જેટલાં ઘરો બેટમાં ફેરવાયા

શેર કરવા અહીં ક્લિક કરો.

— ભાટવરથી ડેડાવા જવાના ડામર રોડ પર કમર સુધી પાણી ભરાતા સ્થાનિકો ને હાલાકી પાણીનો કાયમી નિકાલ થાય તેવી ગ્રામજનોની માંગ :

ગરવી તાકાત થરાદ :  વાવના ભાટવર ગામે વરસાદી પાણી ભરાતા ભાટવર ગામથી ડેડાવા જતો માર્ગ કમર સુધી પાણી ભરાઈ ગયા છે જેના કારણે અવરજવર કરવા માં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ આજુબાજુના સૌ જેટલાં ઘરોમાં પાણી ભરાવાથી આ વિસ્તાર ના ઘરો તેમજ ખેતરો બેટમાં ફેરવાયા છે ડેડાવા તીર્થગામ માંડકા ના પાણી ભાટવરગામ એ ભરાતા સરપંચ સહીત ગ્રામજનોએ પાણીના નિકાલ માટે રજૂઆત કરી છે
બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર 2015 17 ની વરસાદી યાદો તાજી કરાવી દીધી છે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે 2015 17 માં બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી હતી જોકે ત્યારે જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે કેટલાક ગામડાઓ બેટમાં ફેરવાયા છે તો કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી જતાં હજી સુધી પાણી ઓસર્યા નથી રોડ રસ્તાઓ પર પણ પાણી ફરી વળતાં લોકોની અવરજવર કરવામાં મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે જોકે વાવ તાલુકાના ભાટવર ગામનો એવો જ હાલ છે જેમાં ભાટવર ગામ થી ડેડાવા જતો રસ્તો છેલ્લા વરસાદના  કારણે તેમજ ડેડાવા તીર્થધામ ભાચલી માડકા જેવા ગામના પાણી ભાટવરમાં ભરાઈ જતાં ભાટવર થી ડેડાવા જવાના રસ્તા પર કેડ સમા પાણી ભરાયા છે
જેના કારણે અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ભાટવર ગામમાં બીજી તરફ ખેડૂતોની જમીન 80 ટકા જેટલી બેટમાં ફેરવાઇ ગઇ છે ગામની પૂર્વ દિશા અને દક્ષિણ દિશામાં ટોટલ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે લોકોને અને ખેડૂતોને ખૂબ જ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે જોકે આ પ્રશ્નો આ સીઝન જ નહિ પરંતુ જ્યારે પણ વધારે વરસાદ આવે ત્યારે પરિસ્થિતિ આવી થાઈ છે
જેના કારણે બધા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે જોકે ગામના સો જેટલા ઘરોમાં પાણી ઘુસી જતા ગામના સરપંચે નીચાણવાળા વિસ્તારમાંથી 10 જેટલા ઘરોને ઊંચાણ વાળી જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવી છે ગામના સરપંચ અને ગ્રામજનોની રજૂઆત કરી છે કે જલ્દીથી કોઈ પાણીનો નિકાલ  કરવામાં આવે તેવી માંગ કરી હતી
તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.