વાવ-થરાદ SOGએ વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો…

March 20, 2026

ગરવી તાકાત વાવ-થરાદ : વાવ-થરાદ SOG પોલીસે વાવ પોલીસ સ્ટેશન વિસ્તારના દેથળી ગામની સીમમાંથી પસાર થતા ભારતમાલા રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1758 બોટલો ઝડપી પાડી એક કેમ્પર ગાડીમાંથી આ દારૂ મળી આવ્યો પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ ₹9,69,806/-નો મુદ્દામાલ જપ્ત કર્યો SOG શાખાનો પોલીસ સ્ટાફ નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગ કરી રહ્યો.

Vav-Tharad SOG Seizes ₹9.69 Lakh Goods From Camper Vehicle

તે દરમિયાન સાંચોર (રાજસ્થાન) તરફથી એક સફેદ રંગનું નંબર પ્લેટ વગરનું મહિન્દ્રા બોલેરો કેમ્પર આવતું દેખાયું ગાડીને આગળ-પાછળ ચેનલ લગાવેલી અને નંબર પ્લેટ ન હોવાથી શંકાસ્પદ જણાતા પોલીસે તેનો પીછો શરૂ કેમ્પર ગાડીના ચાલકે ગાડી પૂરઝડપે ભગાવી તેણે ભારતમાલા રોડ પર યુ-ટર્ન લઈ રાજસ્થાન તરફ પરત ભાગવાનો પ્રયાસ કર્યો પોલીસે ફરી પીછો કરતા ચાલક ગાડી રોડ પર મૂકી ખેતરોમાં નાસી છૂટ્યો.

Vav-Tharad SOG Seizes ₹9.69 Lakh Goods From Camper Vehicle

પોલીસે કેમ્પર ગાડીમાંથી ₹4,69,806/-ની કિંમતની 1758 વિદેશી દારૂ/બિયરની બોટલો અને ₹5,00,000/-ની બોલેરો કેમ્પર ગાડી જપ્ત કરી આમ, કુલ ₹9,69,806/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો કેમ્પર ગાડીના ચાલક, મુદ્દામાલ ભરાવનાર અને મુદ્દામાલ મંગાવનાર એમ ત્રણેય ઈસમો વિરુદ્ધ વાવ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0