કન્નુર દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલ વરૂણ સિંહનુ થયુ નિધન

શેર કરવા અહીં ક્લિક કરો.

ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ શહીદ થયાં છે. તમિલનાડુના કુન્નુરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં વરુણ સિંહ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતની સાથે હતાં. આ હેલિકોપ્ટરમાં સીડીએસના પત્ની સહિત કુલ ૧૪ સભ્યો સવાર હતા. જે પૈકી દુર્ઘટનાના દિવસે જ 13 લોકોના નિધન થયા હતાં. જ્યારે આ દુર્ઘટનામાં જીવત એક માત્ર કેપ્ટન વરુણ સિંહની સારવાર ચાલી રહી હતી. જાેકે, આજે સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. બેંગલુરુની હોસ્પિટલમાં તેમણે આજે બપોરે પહોણા એક વાગ્યાની આસપાસ પોતાનો દેશ છોડી દીધો.
બેંગલુરુની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી. સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. તમિલનાડુના કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને બેંગલુરુની કમાન્ડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તમને જણાવી દઈએ કે વરુણ સિંહને સારી સારવાર માટે તમિલનાડુના વેલિંગ્ટનથી બેંગ્લોરની કમાન્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની હાલત નાજુક હતી.

8 ડિસેમ્બરે ભારતીય વાયુસેના હેલિકોપ્ટર જનરલ બિપિન રાવત સહિત અનેક અધિકારીઓને લઈને ડિફેન્સ સર્વિસ સ્ટાફ કૉલેજ, વેલિંગ્ટન (નીલગિરી હિલ્સ) જઈ રહ્યું હતું, પરંતુ કુન્નૂર પાસે એક દુઃખદ અકસ્માત થયો હતો. . હેલિકોપ્ટરમાં બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત સહિત કુલ 14 લોકો સવાર હતા. અકસ્માત બાદ જનરલ બિપિન રાવત સહિત 13 લોકોના મોત થયા હતા અને ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર બચી ગયા હતા. તેમના નિધન પર અનેક લોકોએ શ્રદ્ધાજંલી પાઠવી હતી.

(ન્યુઝ એજન્સી)

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.