— યુવા ક્ષત્રિય સેના અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આવેદનપત્ર અપાયું :
— ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન ની આપી ચીમકી :
ગરવી તાકાત મહેસાણા : કડી શહેરમાં આવેલી શ્રી મણિબહેન એમ.પી શાહ મહિલા આર્ટસ કોલેજમાં પરીક્ષામાં બેસેલ છાત્રાઓને પરીક્ષામાં ગેરહાજર જેવા વિવિધ કારણો બતાવી નાપાસ કરતા છત્રાઓમાં રોષ ભભુકી ઉઠયો હતો.છાત્રાઓએ રજૂઆત કરતા કોલેજ અને યુનિવર્સિટી દ્વારા ફેર તપાસ માટે ફી ભરવાનું કહેતા ગરીબ વર્ગની છાત્રાઓએ ફી ભરવાના પૈસા નહિ હોઈ કોલેજ અને યુનિવર્સિટી ની ભૂલ હોવાનું કહી ન્યાય ની માંગણી કરી હતી.
કડી હાઇવે ત્રણ રસ્તા ઉપર આવેલ મણીબેન એમ.પી.શાહ આર્ટસ કોલેજમાં બી.એ. સેમ 3 અને એમ.એ. ના વિદ્યાર્થીઓએ જાન્યુઆરી માસમાં પરીક્ષા આપી હતી પરંતુ તેનું પરિણામ આવતા વિદ્યાર્થીઓ ચોકી ઉઠ્યા હતા. કોલેજના 20 કરતા વધારે વિદ્યાર્થીઓને પરીક્ષામાં ગેરહાજર નું કારણ આપી નાપાસ કરતા વિદ્યાર્થીઓમાં કોલેજ અને યુનિવર્સિટી ની કામગીરી સામે રોષ વ્યાપી ઉઠયો હતો.છાત્રાઓએ કોલેજમાં રજૂઆત કરતા કોલેજના સત્તાધીશોએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણ ની ભૂલ હોવાનું કહી હાથ અધ્ધર કરતા છાત્રાઓ માં વધારે રોષ વ્યાપી ઉઠયો હતો.
સોમવાર ના રોજ વિદ્યાર્થીઓની શૈક્ષિણક કારકિર્દી બગડતી હોવાનું ધ્યાનમાં આવતા યુવા ક્ષત્રિય સેના ગુજરાત અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મેદાનમાં આવ્યું હતું.બન્ને સંગઠનોએ કોલેજમાં આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓનું હિત વિચારી ત્વરિત નિર્ણય લેવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાળ કરવાની ચીમકી આપવામાં આવી હતી.
— યુનિવર્સિટી ની બેદરકારી છે અમે વિદ્યાર્થીઓ સાથે છીએ :- આચાર્ય (એમ.પી.શાહ મહિલા આર્ટસ કોલેજ કડી) :
જાન્યુઆરી માસમાં લેવાયેલ બી.એ સેમ 3 અને એમ.એ.ની પરીક્ષા આપેલ વિધાર્થિનીઓ ના પરીણામ માં વિદ્યાર્થિનીઓને ગેરહાજર બતાવી નાપાસ કરવામાં આવી હતી જે અંગે એમ.પી.મહિલા આર્ટસ કોલેજ ના આચાર્યે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ની બેદરકારી હોવાનું જણાવી કોલેજ દ્વારા તેમને સંપૂર્ણ મદદ કરવાની ખાત્રી આપી હતી.
તસવિર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી