વાપીના ફરાર આરોપીને પાંચોટ પાસેથી મહેસાણા પેરોલ સ્ક્વોડે ઝડપી પાડ્યો !

શેર કરવા અહીં ક્લિક કરો.

વાપી ટાઉન પોલીસ સ્ટેશનના ફરાર આરોપીને મહેસાણા પેરોલ સ્ક્વોડે ઝડપી પાડ્યો છે.  પ્રોહીબીશન ગુનામાં સામેલ આરોપી છેલ્લા ઘણા સમયથી નાશતો ફરતો હતો. તો આ તરફ મહેસાણા પેરોલ ફ્લો સ્ક્વોડને આવા ફરાર આરીપીને ઝડપી પડવા સુચના મળેલ છે. જેના આધારે મહેસાણાની ટીમ કાર્યરત હતી તે દરમ્યાન બાતમી આધારે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો – પેરોલ પર બહાર નીકળી ફરીવાર ચોર કરનાર આરોપી જેલ રોડ પાસેથી ઝડપાયો : મહેસાણા

ગત રોજ રાત્રીના સમયે  મહેસાણા પેરોલ સ્ક્વોડના કર્મચારીઓ ટાઉનમાં વોચમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે, વલસાડના વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ગુન્હાનો નાશતો ફરતો આરોપી, પટેલ કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ કાન્તીલાલ, રહે – કંથરાવી, રામજીમંદીર પાસે, ઉઝાવાળો હાલ પાંચોટ બસ સ્ટેશન પાસે ઉભો છે. જેથી બાતમી આધારે ટીમે ઘટનાસ્થળે પહોંચી આરોપીને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો. આરોપીની મહેસાણા તાલુકા પોલીસ મથકે નોંધ કરાવી બાદમાં વાપી પોલીસ સ્ટેશને મોકલવામાં આવ્યો હતો.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.