વંદે ભારતમાં મુસાફરી દોઢાથી બે ઘણી મોંઘી હોવાથી મુસાફરો શક્ય હોય ત્યાં સુધી ટાળી રહ્યા છે
વંદે ભારત ટ્રેનની મોંઘા ભાડાથી વંદે ભારતમાં 30થી લઇ 400 સીટો ખાલી
ગરવી તાકાત, મહેસાણા તા. 03- વંદે ભારતમાં 30થી લઇ 400 સીટો ખાલી:તાજેતરમાં સમગ્ર ભારતભરમાં વંદે ભારત ટ્રેનનો દોડાવવામાં આવી રહી છે. ત્યારે વંદે ભારત ટ્રેનના ભાડા વધુ પડતાં મોંઘા હોવાના કારણે મુસાફરો વંદે ભારત ટ્રેનની મુસાફરી કરવી ટાળી રહયાં છે.
વંદે ભારત ટ્રેનની મુસાફરી અનેક ઘણી મોંઘી હોવાના કારણે મુસાફરો અન્ય ટ્રેનોમાં મુસાફરી કરવાનું મુનાસિબ માને છે. વંદે ભારત ટ્રેનની રોજબરોજ 30થી 400 સુધીની સીટો ખાલી જોવા મળે છે. વંદે ભારતમાં મુસાફરી દોઢાથી બે ઘણી મોંઘી હોવાથી મુસાફરો શક્ય હોય ત્યાં સુધી ટાળી રહ્યા છે.
દિવાળી વેકેશનને હવે એકાદ મહિનાનો સમય બાકી છે, ત્યારે મહેસાણા થઇને જોધપુર જતી 11 પૈકી 10 ટ્રેનોમાં સીટ મળવી મુશ્કેલ છે. માત્ર અમદાવાદ-જોધપુર રૂટની ઉત્તર ગુજરાતમાંથી પસાર થતી એકમાત્ર વંદે ભારત ટ્રેનની સોમવારની સ્થિતિએ 30 થી લઇ 400 સુધીની સીટો ખાલી છે. તેની પાછળનું કારણ દોઢાથી લઇ બે ઘણી મોંઘી મુસાફરી છે. દિવાળી વેકેશનને હવે એકાદ મહિનાનો સમય બાકી છે.
મુસાફરીના ભાડામાં તફાવત
રૂટ | વંદે ભારત | અન્ય ટ્રેનો | એસટી |
મહેસાણા-જોધપુર | રૂ.1195-2145 | રૂ.275-1635 | રૂ.513 |
મહેસાણા-પાલનપુર | રૂ.440-915 | રૂ.175-1255 | રૂ.93 |
મહેસાણા-અમદાવાદ | રૂ.435-820 | રૂ.175-1255 | રૂ.95 |
(અન્ય ટ્રેનોનું ભાડું સ્લીપરથી લઇ ફર્સ્ટ એસીનું દર્શાવ્યું છે) |