ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન નવી દિલ્હીમાં ઈન્ડિપેન્ડન્ટ ડાયરેકટર તરીકે વલ્લભભાઈ એમ. પટેલની નિયુકિત

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત, જૈમિન સથવારા : ભારતના રાષ્ટ્રપતિ દ્વારા વલ્લભભાઈ એમ. પટેલ (પ્રેસિડેન્ટ–કડી સર્વ વિશ્વવિદ્યાલય, ગાંધીનગર, ચેરમેન –– સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી–ગાંધીનગર અને ચેરમેન – કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ, કડી) ની નિયુકિત રેલવે મંત્રાલય અંતર્ગત કેન્દ્રિય જાહેર ક્ષેત્રના ઉપક્રમ ‘ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન” (IRFC) નવી દિલ્હીમાં નોન-ઓફિશિયલ ઈન્ડિપેન્ડન્ટ ડાયરેકટર તરીકે તા.9 નવેમ્બર, 2021થી ત્રણ વર્ષ માટે કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ‘ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન’ (IRFC) ની સ્થાપના ભારતીય રેલવેના એક સમર્પિત નાણાંકીય સ્રોત તરીકે ભારતીય અને વિદેશી બજારોમાંથી નાણાંભંડોળ એકત્ર કરવા માટે વર્ષ 1980માં કરવામાં આવી હતી. IRFC નો મૂળભૂત ઉદ્દેશ ભારતીય રેલવેની આવશ્યકતાઓની પૂર્તિ કરવા માટે ફાળવેલ અંદાજપત્રીય સંસાધનો ઉપરાંત કંપની દ્વારા બજારમાંથી સ્પર્ધાત્મક દરે અને શરતે નાણાંભંડોળ ઊભું કરવાનો છે. વધુમાં, રાષ્ટ્રની માંગને પહોંચી વળવા માટે IRFC અસક્યામતોના સર્જન અને તેને ભારતીય રેલવેને લીઝ આપવામાં મદદરૂપ થાય છે.
વલ્લભભાઈ એમ. પટેલ નોન-ઓફિશિયલ ઈન્ડિપેન્ડન્ટ ડાયરેકટર તરીકે કંપનીના બોર્ડનો હિસ્સો હશે અને IRFC ને તેના સંસાધનોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં મદદરૂપ નીવડી એક માર્ગદર્શક પરિબળ બની રહેતાં કોર્પોરેશનને ગૌરવ શિખરો સર કરવા માટે સક્ષમ બનાવશે, આમ, તેઓ બોર્ડના અન્ય સભ્યો સાથે 21મી સદીમાં ‘નવા ભારત’ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.