ડોમેસ્ટીક વોઈલેન્સનો શીકાર હમ્મેષા સ્ત્રી જ બનતી આવી છે. પરંતુ અમુક કીસ્સામાં ભોગબનનાર અને ગુનેગાર બન્ને સ્ત્રી જ હોય છે. આ ઘરેલુ હીંસા કેટલાક કીસ્સામાં હત્યા સુધી પરીણામી જતી હોય છે. આવો એક કીસ્સો અમદાવાદના સોલા વિસ્તારમાંથી બહાર આવ્યો છે. જેમાં સાસુ વહુ વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હોઈ વહુ તેની સાસૂની હત્યા કરી નાખી હોવાનુ સામે આવ્યુ છે.
આ પણ વાંચો – અંબાજી દર્શનાર્થે જઈ રહેલ પરીવારનો અકસ્માત, કારમાં આગ લાગતા ત્રણ ના મોત
અમદાવાદ ના સોલા વિસ્તારાના રોયલ હોમ્સમાં રહેતા અગ્રવાલ ફેમીલીના એક સભ્યની હત્યાનો કેસ સામે આવ્યો છે. જેમાં નીકીતા નામની વહુએ તેમની સાસુ રેખાબેન વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા રહેતા હતા. પરંતુ ગઈ કાલે આ બન્ને સાસૂ વહુ વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે નીકીતાએ તેની સાસુને સળીયાથી મારી-મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. માથાના ભાગે સળીયાના ઘા મારવાના કારણે ઘરમાં લોહીની રેલમ છેલ થઈ ગઈ હતી. નીકીતાએ તેની સાસૂને કેટલાય સળીયાના ફટકા માર્યા હોવાથી તેની સાસુની ખોપડી ફાટી ગઈ હતી. સાસુની હત્યા કરી દીધા બાદ નીકીતાએ લાશને સળગાવવાનો પણ પ્રયત્ન કરેલ હતો. તેમની લાશનો મોઢાનો,છોતીનો,પેટનો ભાગ અડધો બળેલો જોવા મળ્યો હતો. નીકીતાએ તેનો ગુનો ઢાંકવા માટે આમ કરેલ હતુ.
નીકીતાના પતી દિપક જ્યારે બહાર હતા ત્યારે એમના પીતાનો ફોન એમની ઉપર આવેલ જેમાં તેમને જણાવેલ કે સોસાયટીના લોકોએ ફોન કરી જણાવેલ છે કે તમારી પત્ની અને વહુ વચ્ચે મોટો ઝઘડો થયેલ છે. જેથી અમે પોલીસને બોલીવીયે છીયે. જેથી દિપક તુંરત પોતાના ઘરે પહોચેલો જ્યા તેની પત્ની ઘરનો દરવાજો ખોલવા માટે બહાના બનાવી રહી હતી. માટે એના પતીએ ગેેલેરી ઉપર સીડી મુકી ઘરમાં પ્રવેશ કરી તેમની મમ્મીના રૂમમાં જોયુ તો તેઓ લોહી લુહાણ હાલતમાં અઢધા બળેલા નીચે પડેલા હતા તથા તેની પત્ની નીકીતા તેનો રૂમ બંદ કરી અંદર પુરાઈ ગઈ હતી.
આ હત્યાનો કેસ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં નીકીતા અગ્રવાલ નામની મહિલા વિરૂધ્ધ તેની સાસૂની હત્યા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં તેની વિરૂધ્ધ કલમ 301,201 તથા જીપીએક્ટ 135(1) મુજબ કેસ દાખલ કરી વહુની અટકાયત કરી લેવામાં આવી છે.