વડોદરા:૧૦ બોર્ડની પરીક્ષા માં નાપાસ થવાના કરી આત્મહત્યા 

ગમ્યું તો આગળ શેર કરો.

ગરવીતાકાત  વડોદરા :વડોદરામાં ગઈકાલે એક જ દિવસમાં આત્મહત્યાના બે બનાવો બન્યા છે, જેમાં આત્મહત્યા કરનારા બે વિદ્યાર્થીઓ છે. બંને વિદ્યાર્થીઓએ નાપાસ થવાના ડરથી જ આત્મહત્યા કરી છે.

પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીએ નદીમાં કૂદકો માર્યો
પરીક્ષામાં નાપાસ થતા એક વિદ્યાર્થીએ મહીસાગર નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. BSCના પ્રથમ વર્ષમાં ભણતા ગોપાલ રાઠોડ નામના વિદ્યાર્થીએ ગઈકાલે મહીસાગર નદીમાં ઝંપલાવ્યું હતું. સ્થાનિક તરવૈયાઓએ વિદ્યાર્થીનીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ મામલે નંદેસરી પોલીસે તપાસ શરૂ કરી છે. ગોપાલ રાઠોડ આણંદની એમ. વી. પટેલ કોલેજમાં ભણતો હતો. તેના પિતા જીએસએફસીમાં સિક્યોરિટી વિભાગમાં નોકરી કરે છે.

ધોરણ-10નું પરિણામ આવે તે પહેલા જ નાસીપાસ થઈ વિદ્યાર્થીની 
આજે ધોરણ-10 બોર્ડનું પરિણામ આવી ગયું છે. પરંતુ તે પહેલા જ વડોદરાની એક વિદ્યાર્થીનીએ નાસીપાસ થઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ધોરણ-10ની વિદ્યાર્થીનીએ ઘરમાં ફાંસો લગાવીને ગઈકાલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેના પરિવારજનોને જાણ થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ હતી. હાલ તેની પરિસ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. જોકે, તેણે કયા કારણોસર આપઘાત કર્યો છે તે હજી જાણી શકાયુ નથી. ઉલ્લેખનીય છે કે, પરીક્ષાનો ડર વિદ્યાર્થીઓના મનમાં એટલા હદે હાવી થઈ ગયો છે કે, તેઓ ન કરવાનું પગલુ ભરી દે છે. બોર્ડ એક્ઝામ દરમિયાન અને રિઝલ્ટ આવવાના સમયે અને આવ્યા બાદ અનેક વિદ્યાર્થીઓ નાસીપાસ થઈને આવા પગલા ભરે છે. આ માટે જ શિક્ષણ વિભાગ દ્વારા તથા વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે, પણ કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષણનો ભાર જીરવી શક્તા નથી.

ગમ્યું તો આગળ શેર કરો.