• માયુષીએ વાઘોડિયારોડ પર આવેલી જય અંબે વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો. જે પછી તેણે પારુલ યુનિવર્સિટિમાં ડિપ્લોમાંની ડિગ્રી મેળવી હતી.

વડોદરા : વડોદરાથી અમેરિકા ભણવા ગયેલી માયુષી વિકાસ ભગત નામની વિદ્યાર્થિની છેલ્લા એક મહિનાથી જર્સી સિટિ ખાતેથી રહસ્યમય સંજોગોમાં લાપત્તા થઇ ગઇ છે. જર્સી સિટી પોલીસ ડિપાર્ટમેન્ટ ( ઇસ્ટ) ખાતે આ અંગેની તારીખ પહેલી મેના રોજ નોંધ થઇ હોવા છતાં આજ સુધી આ વિદ્યાર્થીનીની કોઇ જ ખબર નથી.

વડોદરામાં પાણીગેટ પાણીની ટાંકી પાછળની ઓમ નગર સોસાયટીમાં રહેતી માયુષીએ વાઘોડિયારોડ પર આવેલી જય અંબે વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો. જે પછી તેણે પારુલ યુનિવર્સિટિમાં ડિપ્લોમાંની ડિગ્રી મેળવી હતી. માયુષી માસ્ટર્સ ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગઇ હતી. સ્ટુડન્ટ વિઝા (એફ-1) મેળવીને અમેરિકા ગઇ હતી. પ્રથમ યુનિવર્સિટિ ઓફ ન્યુ હેમ્પશાયર ખાતે માસ્ટર્સ કરવા પ્રવેશ મેળવ્યો હતો. જો કે થોડા મહિના બાદ તેણે ન્યૂયોર્ક ખાતે ન્યૂયોર્ક ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન મેળવ્યુ લીધું હતું.

આ વિદ્યાર્થિની જર્સી સિટિમાંથી છેલ્લા એક માસથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ છે જેની હજી સુધી કોઇ ભાળ નથી. માયુષી તા.29 એપ્રિલના રોજ રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. માયુષીને સંબંધીઓ તેમજ મિત્રોએ થોડો સમય તપાસ કરી તેમજ રાહ જોયા બાદ આખરે જર્સી સિટિ પોલીસ ડિપાર્ટમેન્ટ (ઇસ્ટ) ખાતે તા.1મેના રોજ ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ તેઓના વડોદરા ખાતેના બી-41, ઓમ નગર, પાણીગેટ પાણીની ટાંકી પાછળ, રહેતા માતા-પિતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમના ઘરે તાળુ હતું. જેથી ચર્ચા એવી છે કે તેના વાલીઓ પણ પુત્રીની ભાળ મેળવવા માટે અમેરિકા ગયા હોઇ શકે. 

Contribute Your Support by Sharing this News: