વડોદરા:પ્રેમી એ લગ્ન ની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

શેર કરવા અહીં ક્લિક કરો.

           લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાઓ વધી રહી છે. આવી જ એક ઘટના વડોદરામાં સામે આવી છે. વડોદરામાં એમ. ફાર્મ થયેલી યુવતી સાથે લગ્નની લાલચ આપી પ્રેમીએ દુષ્કર્મ આચર્યું છે. આ અંગે પીડિતાએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે, યુવકે યુવતીને લગ્ન કરવાનું વચન આપ્યું હતું અને લગ્નની લાલચે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ લગ્ન ન કરતાં છેવટે પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે આરોપી યુવક સહિત તેના પરિવારજનો અને મિત્રો સામે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે, પીડિતા અને આરોપી યુવક બન્ને એક જ સ્કૂલમાં ભણતા હતા અને એકબીજાના પરિચયમાં આવ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.