વડોદરાના ઢોંગી ધર્મગુરુ બગ્લામુખી તાંત્રીક પ્રસાંત ઉપાધ્યાય તરીકે જાણીતાની વિરૂધ્ધ સામે તેની સેવિકાએ  દુષ્કર્મની ફરિયાદ કરી છે. પ્રશાંત છેતરપિંડીના કેસમાં પહેલાંથી જ જેલમાં બંધ હતો. ત્યારે તેની સામે એક પીડિતાએ વડોદરા શહેરના ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ મામલે પાખંડની મદદગારીના આરોપમાં દિશા નામની એક સેવિકાની ધરપકડ કરી લીધી જ્યારે સીમા અને ઉન્નતિ નામની અન્ય બે સેવિકાઓની શોધખઓળ શરૂ છે. 

વડોદરાના તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાયે એક કિશોરી પર દુષ્કર્મ આચર્યું હોવા મામલે જુદા જુદા ખુલાસા થઈ રહ્યા છે. આ મામલે પોલીસે પ્રશાંતની શિષ્યાની ધરપકડ કરી હતી. જેની પૂછપરછ દરમિયાન શિષ્યા દિશા ઉર્ફે જોન સચદેવે એવી કબૂલાત કરી હતી કે એને પીડિતાને પ્રશાંત ઉપાધ્યાયના રૂમમાં મોકલતી હતી. ધરપકડ બાદ પોલીસે  દિશાનો મોબાઇલ ફોન પણ કબજે લીધો છે. આ મામલે દુષ્કર્મના આરોપી પ્રશાંત ઉપાધ્યાયની જેલમાંથી ટ્રાન્સફર વૉરંટના આધારે ધરપકડ કરવામાં આવશે. જે સમયે દુષ્કર્મ થયું હતું ત્યારે પીડિતા સગીર વયની હોવાથી પોલીસે પોક્સોની કલમ પણ લગાવી છે. આ ગુનામાં દિક્ષા અને ઉન્નતિની ધરપકડ કરવાની બાકી છે. હાલમાં આ બંને ક્યાં છે તેની વિગતો મેળવી અને તેને પકડવાની જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. દિશા સાથે દિક્ષા અને ઉન્નતિએ પણ પીડિતાના શોષણમાં મહત્તવનો રોલ ભજવ્યો છે. પોલીસને દિશાએ પોતાના બચાવમાં એક તબક્કે તો એવું કહ્યું કે મારી સાથે પણ આવું થયું હતું. પોલીસે બે લેપટોપ કબ્જે લીધા છે પોલીસ એ મુદ્દા પર તપાસ શરૂ રાખી છે. 

પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની 3 સેવિકા દિશા ભગતસિંહ સચદેવા ઉર્ફે દિશા જોન, દીક્ષા જસવાની ઉર્ફે સીમા અને ઉન્નતિ જોષી પણ કેસમાં સામેલ હોવાનો આરોપ પીડિતાએ પોલીસ ફરિયાદમાં લગાવ્યો હતો. સેવિકા દિશા હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. જ્યારે દીક્ષા દુબઇમાં હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઉન્નતિનો હજી સુધી કોઇ પત્તો પોલીસને મળ્યો નથી. પોલીસે ફરાર બંને સેવિકાઓની શોધખોળ શરૂ કરી છે.

સેવિકા સીમા અને ઉન્નતિ નામની બે સેવીકા પણ આ કેસમાં ઘણા રાઝ જાણતી હોવાની પોલીસને આશંકા છે. કારણ કે જે યુવતિ પર દુષ્કર્મ થયું તેને પણ આ સેવિકાઓ જ પાખંડી ગુરૂની જાળ સુધી લઈ ગઈ હોય તેવી આશંકા સેવાઈ રહી છે માટે તેમની પુછપરછ અનિવાર્ય છે.

આ મામલે અગાઉ પોલીસે પ્રશાંતની સાગરિત અને સેવિકા દિશા જોનની  ધરપકડ કરી હતી. પોલીસને દિશાની પૂછપરછમાં ચોંકાવનારી બાબતો જાણવા મળી હતી. આજે એસીપી રાજગોરે જણાવ્યું હતું કે ‘દિશા પ્રશાંતની ખાસમ ખાસ હતી, એની સંમતિ વગર કોઈ કઈ કરી શકતું નહોતું. રિમાન્ડ દરમિયાન એવું જાણવા મળ્યું કે પ્રશાંતની દરેક કાર્યવાહી કે સેવિકાઓનો વ્યવહાર સાચવતી હતી.”

 

Contribute Your Support by Sharing this News: