વડોદરા : ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને વિવાદ એકબીજાના પર્યાય બની ગયા હોય તેવો ઘાટ સર્જાયો છે. હજુ થોડા દિવસો પહેલાં જ પત્રકાર પર હુમલો કરી અને શ્રીવાસ્તવે ગાળો આપી હતી ત્યારે ફરી એક વાર મધુ શ્રીવાસ્તવ વિવાદમાં મૂકાયા હતા. મધુ શ્રીવાસ્તવની પોરબંદરના એક શખ્શ સાથે ગાળાગાળી કરતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી જોકે, આ ક્લિપની તપાસ કરતા તેમાં સામેના વ્યક્તિએ મધુ શ્રીવાસ્તવને ઉશ્કેરી અને તેમને ગાળો આપી હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી અને ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી હતી.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ ચલાવી અને પોરબંદરના એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આ શખ્સે ATMનો વોચમેન છે અને તેનું નામ રાજુ ઓડેદરા છે. ક્રાઇમ બ્રાન્ચે વિરમગામના માંડલ ગામથી રાજુ ઓડેદરાની ધરપકડ કરી હતી. આ સાથે તેના સાગરિત સાગર પટેલની પણ ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જાડેજાએ આ મામલે પત્રકારોને જણાવ્યું હતું કે 7મી ફેબ્રુઆરીના રોજ આજવા રોડના ભાગ્ય લક્ષ્‍મી ટાઉનશીપમાં રહેતા વિજય યાદવે ફરિયાદ નોંધાવી હતી કે પોરબંદરના રાજુ ઓડેદરા અને મધુ શ્રીવાસ્તવ વચ્ચે જે ગાળાગાળીનો ઓડિયો વાયરલ થયો હતો તેમાં સામેના વ્યક્તિએ ભગવાનને ગાળો આપી હતી. મધુ શ્રીવાસ્તવે તેને ભગવાન વિશે ગાળો ન બોલવા જણાવ્યું હતું. આ મામલે મધુ શ્રીવાસ્તવને ફોનમાં અપશબ્દો બોલી અને ધાર્મિક લાગણી દુભાવવાની ફરિયાદ દાખલ કરી હતી. આ ઘટના બાદ રાજુ ઓડેદરાએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો. ક્રાઇમ બપ્રાન્ચે તેની અને સાગરિત સાગર પટેલની પણ ધરપકડ કરી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી અને તેને વડોદરા લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Contribute Your Support by Sharing this News: