વડનગર શ્રાવણોસ્તવ ગુજરાત નહીં પણ વિશ્ર્વ ભર માં ગુંજી ઉઠયો.

શેર કરવા અહીં ક્લિક કરો.

— વિશ્વ ગુરુ ના માદરે વતનમાં ગુજરાત પ્રવાસન વિભાગ આયોજિત શ્રાવણોત્સવ કાર્યક્રમમાં ધૂમ મચી :

— વડનગરના શ્રાવણોત્સવમાં જીગ્નેસ કવિરાજ દેવાયત ની જુગલ જોડીએ : લોકગીત ગરબાની રમઝટ બોલી :

— પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જ્યેષ્ઠ બંધુ સોમા ભાઈ મોદી અને ડૉ રાજુલ બહેન દેસાઈ ( પૂર્વ રાષ્ટ્રીય મહિલા આયોગ ના મેમ્બર ) ઉપસ્થિતિમાં શ્રાવણ માસ ઉલ્લાસેર ઉજવાયો :

— દીવા ઇવેન્સના સંચાલન સાથેના કાર્યક્રમમાં વડનગરની જનતા, ભક્તિ મય બની :

ગરવી તાકાત મહેસાણા : ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત શ્રાવણોત્સવ કાર્યક્રમ માં જીગ્નેસ કવિરાજ અને દેવાયત ખાવડ એ માનવ મહેરામણને ઘેલું લગાડ્યું હતું. વડનગર ઐતિહાસિક અને પૌરાણિક નગરી તરીકે ઓળખાય છે આ નગરી માં હાટકેશ્વર મહાદેવ દેવાધિદેવને રીઝવતાની સાથે વડનગર પંથકની જનતાને પણ હિલોળે ચડાવી હતી.

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સૌ પ્રથમ વાર વડનગર ખાતે શ્રાવણોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. જે વડનગર ની જનતા માટે અને શિવ ભક્તો માટે ન ભૂતો ન ભવિષ્યતિ જેવું લાગી રહ્યું છે વડનગરમાં પણ ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દીવા ઇવેન્ટ્સ દ્વારા સંચાલિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદી સહિતના રાજકીય, સામાજિક અને લોક ગાયક પ્રશંશકો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં જીગ્નેસ કવિરાજ અને દેવાયત ખાવડ સહિતના લોકોએ વડનગરને ઘેલું લગાડ્યું હતું ડાયરો ગજવ્યો હતો.

વિશ્વગુરુ તરીકે જેની ઘરણા થાય છે તેવા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માદરે વતનમાં આયોજિત કાર્યક્રમમાં ભક્તિ સંગીત તેમજ લોકસંગીતના ભજનાનંદી લોકો સાથે આગેવાનો તેમજ રાજકીય લોકો જોડાયા હતાં. કાર્યક્રમ સફળ રહે તે માટે આયોજકો દ્વારા ભવ્યાતી ભવ્ય આયોજન ઘડી કાઢ્યું હતું. કાર્યક્રમમાં સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી, ડૉ રાજુલ બહેન દેસાઈ , ગુજરાત પ્રવાસન વિભાગના આર આર ઠક્કર, પાલિકા પ્રમુખ જાગૃતિ બહેન વ્યાસ, ઉપપ્રમુખ કાનજી ભાઈ, ભાજપ શહેર પ્રમુખ રાજુ ભાઈ મોદી,પ્રદેશ મહિલા મોરચા મેમ્બર હિરલ બહેન દેસાઈ, પૂર્વ પ્રમુખ ગેમરજી, તેમજ લોક સંસ્કૃતિના ચાહકો ઉપસ્થિત રહી શ્રાવણ માસના સમગ્ર કાર્યક્રમને દીપાવ્યો હતો.

— પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માદરે વતનને નંદનવન બનાવ્યું :

મહેસાણા આમ તો અતિ પછાત ગણાતા વડનગરને તાલુકા મથકનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેને લઈને તેનું મહત્વ મહદ અંશે વધી જાય છે. પરંતુ સોનામાં સુગંધ એ વાતની ભળી કે અહીંનો વતની આજે દેશનો પ્રધાનમંત્રી છે. જેના થકી ભારત દેશને વિશ્વભરમાં એક નવી ઓળખ પ્રાપ્ત થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના વતનને નંદનવન બનાવવાનું બીડું ઝડપ્યુ છે. એટલું જ નહીં આ બાબત પૂર્વેની વાત કરવામાં આવે તો ઐતિહાસિક અને પૌરાણિક નગરી વડનગર નો વારસો અનેક કલા પ્રેમી માટે પ્રેરણાદાયી છે. પ્રધાનમંત્રી આગામી સમયમાં પણ વડનગરના ગૌરવંતા ઇતિહાસને વિશ્વ ફલક પર સમૃદ્ધ કરવા કટિબદ્ધ હોવાનું તેમની કાર્ય પ્રણાલીથી સ્પષ્ટ જણાઈ આવે છે.

— વડનગરનો શ્રાવણોત્સવ ગુજરાત સહિત વિશ્વભરમાં ગુંજી ઉઠયો :

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત વડનગરનો શ્રાવણોત્સવ ગુજરાત જ નહીં પરંતુ વિશ્વભરમાં ડંકો વગાડી ચૂક્યો છે. દીવા ઇવેન્સના સંચાલન થકી યોજવામાં આવેલો ઉત્સવ વડનગર તાલુકાની જનતા માટે યાદગાર બની ચૂક્યો છે. જનતા તો ત્યાં સુધી કહે છે કે વડનગરના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્ય તો જેવી મજા માણવા મળી છે. સમગ્ર કાર્યક્રમમાં પ્રવાસન નિગમના આર આર ઠક્કર, શહેરના સામાજિક કાર્યકર સોમાભાઈ મોદી, ડૉ રાજુલ બહેન દેસાઈ ( પૂર્વ રાષ્ટ્રીય મહિલા આયોગ ના મેમ્બર ) , વડનગર પાલિકાના પ્રમુખ જાગૃતીબેન વ્યાસ,શહેર પ્રમુખ રાજુ ભાઈ મોદી, ઉપ-પ્રમુખ કાનાજી ઠાકોર,પ્રદેશ મહિલા મહિલા મેમ્બર હિરલ બહેન દેસાઈ, ધેમરજી ઠાકોર,કનુ ભાઈ દેસાઈ, જીગર પટેલ, જીતુ પ્રજાપતિ, કમલ પટેલ, રવિ મકવાણા,ઈશ્ર્વર ભાઈ દેસાઈ, ગિરીશ પટેલ,યશંવતશી રાઠોડ,યશ પટેલ સહિતના નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તસવિર અને અહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ – વડનગર – 9925868301

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.