પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,મહેસાણા(તારીખ:૨૮)

મહેસાણા પોલીસ અધિક્ષકશ્રી નિલેષ જાજડીયા સાહેબ નાઓએ મહેસાણા જીલ્લામાં બનતા ચોરીના બનાવો ઉપર અંકુશ લાવવા વણશોધાયેલ ચોરીના ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સૂચનાઓ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.બી.વ્યાસ નાઓના માર્ગદર્શન હેઠળ વડનગર ટાઉનમાં બસ સ્‍ટેશનની બાજુમાં આવેલ ભાગ્યોદય શોપીંગ સેન્‍ટરમાં સત્‍યમ પ્રોવીજન સ્‍ટોર નામની દુકાનના શટરના તાળા તોડી શટર ખોલી અંદર પ્રવેશ કરી તેલના ડબા તથા મસાલાના પેકેટ તથા રોકડ રકમ ની ચોરી થયેલ જે વડનગર પો.સ્ટે. ફ.ગુ.ર.નંબર.૫૯/૨૦૧૯ ઇપીકો કલમ.૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબનો ગુન્હો નોધાયેલ, જે ગુન્હાની તપાસ અમો જાતે કરી રહેલ હોય અને અમો તથા પ્રો.પો.સ.ઇ આર.એસ.દેવરે તથા અહેકો જયેશકુમાર માનસંગભાઇ તથા પોકો અવંતિગીરી બબાગીરી તથા પોકો ચતુરજી ખુમાજી તથા પોકો દેવેનકુમાર હેમરાજભાઇ તથા પોકો હરેશકુમાર ગોવિંદભાઇ નાઓની અલગ અલગ ટીમો બનાવી ભરોસાના બાતમીદારો પાસેથી પોકો ચતુરજી ખુમાજી નાઓને મળેલ બાતમી આધારે (૧) ઠાકોર મહેશજી અનારજી કલુજી ઉ.વ-૨૨ રહે-છાબલીયા આંબુડીયાપુરા તા-વડનગર જી-મહેસાણા (૨) વિશાલજી પરબતજી ઠાકોર ઉ.વ-૨૨ રહે-છાબલીયા આંબલીયાપુરા તા-વડનગર જી-મહેસાણા (૩) જશવંતજી પ્રહલાદજી ઠાકોર ઉ.વ-૨૬ રહે-છાબલીયા સરદારપુરા તા:વડનગર જી:મહેસાણા વાળાઓને ચોરીમાં ગયેલ મુદ્દમાલ સાથે પકડી પાડી અને તેઓની વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આમ વડનગર પોલીસે વધુ એક ઘરફોડ ચોરીનો ગુનો ડીટેકટ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરી પ્રશંશનીય કામગીરી કરેલ છે.