મહેસાણા જિલ્લા પોલિસ વડા ની લાલ આંખ વિજિલન્સના દરોડા બાદ વડનગરનો ડી સ્ટાફ સસ્પેન્ડ, કડીનો ડી સ્ટાફ બદલી નાખવા જિલ્લા પોલીસ વડાનો આદેશ

March 8, 2022

— આદેશ આપતાં જ કડીના PSI સહિતના 8 કર્મચારીઓની બદલી

— જિલ્લામાં સ્ટેટ વિજિલન્સના દરોડા વધતા જિલ્લા પોલીસ વડાનો નિર્ણય

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં પોલીસ તંત્રની નબળી કામગીરીના કારણે સ્ટેટ વિજિલન્સના દરોડા વધતા જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલે આકરો નિર્ણય લઇ વડનગર પોલીસ મથકનો આખો ડી સ્ટાફ સસ્પેન્ડ કર્યો છે. ત્યારે કડી તાલુકા પોલીસ મથકમાં પણ ડી સ્ટાફને બદલી નાખવા પોલીસ ઇન્સ્પેક્ટરને આદેશ કરતા તેમણે તાકીદે PSI સહિતના 8 કર્મચારીઓની બદલી કરી નાખી છે.

વડનગરમાં 13 ફેબ્રુઆરીએ વિજિલન્સની ટીમે રૂ. 56 હજારનો વિદેશી દારૂ પકડ્યો હતો. જેમાં જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલે જમાદાર ભરતભાઇ સેધાભાઈ, કોન્સ્ટેબલ રમેશ પ્રહલાદભાઈ અને કુલદીપસિંહ વિજયસિંહને સસ્પેન્ડ કરી નાખ્યા હતા. હાલમાં ડી સ્ટાફમાં નવા કોઈ કર્મચારીની નિમણૂંક કરવામાં આવી નથી.

બીજી બાજુ કડી પીઆઇ ડી.બી. ગોસ્વામીને આખો ડી સ્ટાફ બદલી નાખવા હુકમ કર્યો હતો. જ્યાં મળતી માહિતી પ્રમાણે કડી પોલીસ સ્ટેશનમાં જુના ફોજદારને બદલી તેના સ્થાને મહેસાણા એ ડિવિઝનથી બદલી પામીને આવેલા જે.એલ.બોરીચાને મૂકવામાં આવ્યા છે. ઉપરાંત ડી સ્ટાફના સાત કર્મચારીઓની પણ બદલી કરી નાખવામાં આવી છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0