ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે ટીબીથી પીડાતા બાળકીને દત્તક લઇ એક પ્રેરક કાર્ય કર્યું છે. રાજ્યપાલનાં આ કાર્યથી પ્રભાવિત થઇ, રાજભવનનાં સ્ટાફે ટીબીથી પિડાતી 21 બાળકીઓને દત્તક લીધી છે.રાજ્યપાલ અને રાજભવનનો સ્ટાફ આ બાળકીઓને યોગ્ય સારવાર મળી રહે અને તેમને પોષણ આહાર મળે તેની કાળજી લેશે જેથી કરીને તેઓ સારા આરોગ્ય સાથે જીવન જીવી શકે.આનંદીબેન પટેલે જણાવ્યું કે, આ બાળકોને પોષણયુક્ત ખોરાક, સારું શિક્ષણ અને દવાઓ મળી રહે તે જોવાની જવાબદારી સ્ટાફની છે.
આ તમામ બાળકો રાજભવનની આસપાસનાં વિસ્તારોનાં છે.રાજભવનનાં એક અધિકારીએ જણાવ્યું કે, રાજભવનની આસપાસ રહેતા બાળકોની દેખરેખથી આ પ્રયાસની શરૂઆત કરવી જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નિશ્ચય કર્યો છે કે, 2025નાં વર્ષ સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવું.
આ ધ્યેયને ધ્યાનમાં રાખીને રાજભવને પહેલ કરી છે અને ટીબીથી પિડાતા બાળકોને દત્તક લેવાની શરૂઆત કરી છે.આનંદીબેન પટેલે જણાવ્યું કે, “બાળકોને દત્તક લેવા એ ઉપકાર નથી એ સમાજ પ્રત્યેની આપણી જવાબદારી છે. જે લોકો અમીર છે તેમણે થોડા પૈસા ગરીબો માટે આપવા જોઇએ. આ એક નાનું પગલું છે પણ આમ કરવાથી એક મોટું ધ્યેય પ્રાપ્ત કરી શકીશું,”તેમણે જણાવ્યું કે, સરકાર રાજ્યને દરેક ખૂણે પહોંચી ન શકે, એટલા માટે, દરેક સામાન્ય માણસની પણ એ જવાબદારી છે કે ગરીબ માણસોને મદદ કરે.
સમાજનાં છેવાડાનાં માણસો સરકારની યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. કેમ કે, તેમને તેની ખબર જ હોતી નથી. આથી આપણી એ જવાબદારી છે કે, ગરીબો માટેની યોજનાનો લાભ ગરીબોને મળે,”.
Contribute Your Support by Sharing this News: