(સમાચાર એજન્સી)
અમેરિકી સેનાએ આઇએસઆઇએસના અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કરી છે. ડ્રોન દ્વારા પૂર્વ અફઘાનિસ્તાન પર હુમલો કરવામાં આવ્યો. અમેરિકાએ કાબુલ બ્લાસ્ટ બાદ બદલો લેવાની જાહેરાત કરી હતી. કાબુલ સિરિયલ બ્લાસ્ટના જવાબમાં અમેરિકાએ આઇએસઆઇએસ પર સ્ટ્રાઈક કરી છે. સમાચાર છે કે આ હુમલામા આઇએસઆઇએસને ભારે નુકસાન થયું છે. કાહુલ એરપોર્ટ પર હુમલાના ૩૬ કલાકની અંદર અમેરિકાએ આઇએસઆઇએસના અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કરી છે. અમેરિકી ડ્રોનથી આઇએસઆઇએસને નિશાન બનાવવામાં આવ્યા.
તેમને જણાવી દઇએ કે, અમેરિકાની નેશનલ સિક્યોરિટી ટીમે રાષ્ટ્રપતિ જાે બિડેન સાથે મળી કાબુલ એરપોર્ટ પર સુરક્ષા વધારવાની વાત કરી છે. અમેરિકા કાબુલ એરપોર્ટ પર સુરક્ષા વધારી રહ્યું છે. અમેરિકાએ કાબુલ એરપોર્ટ પર વધુ આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરી છે.અમેરિકાએ અફગાનિસ્તાનના નાંગરહારમાં એર સ્ટ્રાઈક કરી છે. નાંગરહારમાં આઇએસઆઇએસના આતંકીઓનો ગઢ છે. આ વિસ્તાર અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની બોર્ડર પર છે. અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાને જેલમાં બંધ ઘણા આતંકીઓને છોડી દીધા છે. જેમાં આઇએસઆઇએસના આતંકી પણ સામેલ છે.
આ પણ વાંચો – અમેરિકન સંસદ પર 6 જાન્યુઆરીએ થયેલ હુમલાના કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર ગુનો દાખલ કરાયો !
કાબુલ એરપોર્ટ સિરિયલ બ્લાસ્ટ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બિડેને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આતંકીઓને મારી નાખવાની ચેતવણી આપી હતી. અફઘાનિસ્તાનમાં આઇએસઆઇએસના અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કરી અમેરિકી સેનાએ એવું જ કર્યું. કાબુલ બ્લાસ્ટમાં અમેરિકી સૈનિકોના મોત બાદ યુએસ એક રીતે દબાણ હેઠળ છે. જેના કારણે એર સ્ટ્રાઇકને અંજામ આપ્યો.