ઈલેક્શન કમીશન સમગ્ર દેશમાં વોટર આઈ.ડી અપડેટેશન અને નવા વોટર આઈડી બનાવવાનુ ઝુબેંશ હાથ ધરવાની કામગીરી શરૂ કરવા જઈ રહી છે. એવામાં મહેસાણામાં પણ આ કાર્યક્રમ અંતર્ગત જુના ભુલો વાળા ચુંટણી કાર્ડ અને નવા યુવા વર્ગના લોકોના પણ ચુટંણી કાર્ડ બનાવવાની કામગીરી આગામી 9 મી નવેમ્બરથી હાથ ધરવામાં આવશે. જે મતદારયાદી શુધ્ધતા કાર્યક્રમમાં મતદાર યાદીમાં નામોની નોંધણી કરવી, મતદાર યાદીમાં મતદારોની વિગતોમાં સુધારો કરવા અને અવસાન પામેલ,સ્થળાંતરીત મતદારોના નામ અને મતદાર યાદીમાંથી દુર કરવા,ઓળખકાર્ડમાં રહેલી ભુલો દુર કરવી,મતદરાના કલર ફોટોગ્રાફ્સ મુકવા,ઇમેજ સુધારવી સહિત મતદાર યાદી શુધ્ધતા બાબતે સુધારો કરવા અંગેની ઝુંબેશ ચૂંટણી પંચ દ્વારા મતદાર ચકાસણી કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યો છે. 

આ પણ વાંચો – બીલ્ડીંગ સાઈટ ઉપર પૈસા બચાવવાની લાલચે 1 મજુરનો જીવ લીધો, એન્જીનીયર સહીત ત્રણ સામે ગુન્હો દાખલ

મહેસાણા જિલ્લામાં 01 જાન્યુઆરી 2021ના રોજ મતદાનની લાયકાત ધરાવતા નવા યુવા મતદારો તેઓના નામની નોંધણી કરી શકશે. જિલ્લામાં 09 નવેમ્બર થી 15 ડિસેમ્બર દરમિયાન ચાલનાર આ કાર્યક્રમમાં ખાસ ઝુંબેશ અંતર્ગત નજીકના મતદાન મથકો પર 22 અને 29 નવેમ્બર તેમજ 06 અને 13 ડિસેમ્બર એમ ચાર રવિવારના રોજ સવારે 10 કલાકથી સાંજે 05 કલાક સુધી મતદારો સુધારા વધારા કરી શકશે. દરેક મતદારે 1 કરતા વધારે જગ્યાએ મતદારયાદીમાં પોતાનુ નામ હોય તો આ ઝુંબેશનો ભાગ બની પોતાનુ નામ કોઈ પણ એક જગ્યાએથી રદ કરવાનુ રહેશે.નહી તો એક કરતાં વધારે મતવિભાગની મતદારયાદીમાં નામ નોંધાયેલું હોય તેને ગુનો ગણી એવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની જોગવાઈ કરવામાં આવી છે. 

Contribute Your Support by Sharing this News: