રાષ્ટ્રપતિ પદની રેસમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલનું નામ રેસમાં સૌથી આગળ

શેર કરવા અહીં ક્લિક કરો.

–રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૫ જુલાઈએ ૨૦૨૨ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ ૨૫ જુલાઈએ ૨૦૨૨ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. પાંચ મહિના પછી રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ જશે. આ પહેલા ભાજપ અને આરએસએસની અંદર રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોના નામને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરની વિધાનસભા ચૂંટણી પછી નામો પર વધુ વિચારણા શરૂ થઈ જશે.

ભાજપ અને આરએસએસ માં હાલ ચાર નામો પર સૌથી વધુ વિચારણ ચાલી રહી છે. તેમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, કેરળના ગવર્નર આરિફ મોહમ્મદખાન, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ્ર ગહલોત અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂનું નામ અગ્રેસર છે. જાેકે વડાપ્રધાન મોદી છેલ્લે કોઈ નવું નામ લાવીને બધાને ચોંકાવી શકે છે. આવું મોટાભાગે જાેવા મળ્યું છે. ચાલો આગળ વધતા પહેલા એક પોલમાં ભાગ લઈએ

આનંદીબેન પટેલઃ આનંદીબેન પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ નજીકના છે. તેઓ યુપીના રાજ્યપાલ છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ તેઓ રહી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે એનડીએના પ્રથમ કાર્યકાળમાં ભાજપે વૈજ્ઞાનિક અબ્દુલ કલામને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા હતા, તે રાષ્ટ્રપતિ પણ બન્યા. જેના દ્વારા ભાજપે દેશ અને વિશ્વના મુસ્લિમોને સંદેશો આપવાની કોશિશ કરી હતી.

મોદીએ પોતાના પ્રથમ કાર્યકાળમાં દલિત સમાજમાંથી આવતા રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ બનાવીને બીજાે મોટો સંદેશ આપ્યો છે. મુસ્લિમ અને દલિત પછી ભાજપ એક મહિલાને રાષ્ટ્રપતિ બનાવીને ૨૦૨૪ પહેલા મહિલાઓમાં એક મોટો રાજકીય સંદેશ આપવા માંગે છે.

કારણ કે યુપીએના પ્રથમ કાર્યકાળમાં કોંગ્રેસે પ્રતિભા પાટિલને રાષ્ટ્રપતિ બનાવી હતી. જાેકે આનંદીબેન પટેલ માટે નેગેટિવ વાત એ છે કે તેમની ઉંમર ૮૦ વર્ષથી વધુ છે, તેના પગલે તેમના નામ પર સહમતિ બનવામાં મુશ્કેલી થઈ શકે છે.
આરિફ મોહમ્મદ ખાનઃ કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન યુપીના બુલંદશહેરના રહેવાસી છે. શાહબાનો કેસને લઈને આરિફે રાજીવ ગાંધી સરકારમાં કેન્દ્રીય મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું, જે પછીથી તે સમાચારમાં આવ્યા હતા. ત્રણ તલાક, સીએએ જેવા મામલાઓમાં આરિફ હમેશાં ભાજપ માટે એક ઢાલ સમાન રહ્યાં. ભાજપ તેમની પ્રગતિશીલ વિચારધારાને માને છે. એવામાં ભાજપ અને આરએસએસ એક વખત ફરી મુસ્લિમ ચેહરાને રાષ્ટ્રપતિ બનાવીને વિશ્વમાં એવો મેસેજ આપવા માંગશે કે તેઓ મુસ્લિમ વિરોધી નથી પરંતુ તુષ્ટિકરણનો વિરોધ કરે છે

વેકૈંયા નાયડુઃ ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુ આંધ્રપ્રદેશના રહેવાસી છે અને લાંબા સમયથી ભાજપમાં જાેડાયેલા છે. નાયડુ ૨૦૦૨થી ૨૦૦૪ સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહ્યાં છે. તે અટલ બિહારી સરકારમાં કેન્દ્રીય ગ્રામણી વિકાસ મંત્રી રહ્યાં.
તેમણે મોદી સરકારમાં શહેરી વિકાસ, આવાસ, સૂચના પ્રસારણ તથા સંસદીય કાર્ય જેવા મહત્વપૂર્ણ વિભાગની કમાન સંભાળી છે. નાયડુ ઓગસ્ટ ૨૦૧૭થી ઉપરાષ્ટ્રપતિ છે. નાયડુને રાષ્ટ્રપતિ બનાવીને ભાજપ દક્ષિણ ભારતમાં પોતાની પકડ મજબૂત કરવા માટે મોટો રાજકીય સંદેશ આપી શકે છે.

વરિષ્ઠ પત્રકાર રામ બહાદુર રાયે જણાવ્યું છે કે કોઈ રાષ્ટ્રપતિને રિપીટ કરવાની પરંપરા તો ખત્મ થઈ ગઈ છે. એવામાં જે રીતે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ અને નરેન્દ્ર મોદીની વચ્ચે સંબંધો રહ્યાં છે, તેને જાેતા એમ કહી શકાય કે વેંકૈયાનું નામ રાષ્ટ્રપતિના પદ માટે પ્રથમ નંબરે હોઈ શકે છે. આરિફ મોહમ્મદને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ભાજપ ઉમેદવાર બનાવી શકે છે.
આ નામ ચર્ચિત છે, જેની પર ભાજપ રાષ્ટ્રપતિના પદ માટે વિચાર કરી શકે છે, જાેકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી હમેશાં બધાને ચોંકાવનારી રહી છે. જે વ્યક્તિની કોઈ ચર્ચા જ થતી નથી તેને લઈને મોદી આવે છે. રામનાથ કોવિંદને જ્યારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા, તે સમયે કોઈએ કોવિંદનું નામ લીધું નહોતું. – નીલમ સંજીવ રેડ્ડીએ દેશના ૯માં રાષ્ટ્રપતિ તરીકે ૨૫ જુલાઈ ૧૯૭૭ના રોજ શપથ લીધા હતા. ત્યારથી દરેક વખતે ૨૫ જુલાઈએ જ રાષ્ટ્રપતિ કાર્યકાળ સંભાળતા આવ્યા છે. રેડ્ડી પછી જ્ઞાની જૈલ સિંહ, આર વેંકટરમન, શંકરદયાલ શર્મા, કેઆર નારાયણન, એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટિલ, પ્રણવ મુખર્જી અને રામનાથ કોવિંદ ૨૫ જુલાઈએ શપથ લઈ ચુક્યા છે.

દેશમાં બે રાષ્ટ્રપતિ એવા પણ રહ્યાં, જેમનું અવસાન રાષ્ટ્રપતિ પદ પર રહેવા દરમિયાન થયું છે. તેમાં ત્રીજા રાષ્ટ્રપતિ ઝાકિર હુસેન અને સાતમાં રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહમદ સામેલ છે. ઝાકીર હુસેન ૧૩ મે ૧૯૬૭થી ત્રણ મે ૧૯૬૯ની વચ્ચે જ રાષ્ટ્રપતિ રહ્યાં હતા.

રાષ્ટ્રપતિ ઝાકીર હુસેનના અવસાન પછી તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ વીવી ગિરિને કાર્યવાહક રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા. તે પછીથી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ મુહમ્મદ હિદાયતુલ્લાને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. જ્યારે ફખરુદ્દીન અલી અહમદના નિધન પછી તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ બીડી જત્તીને કાર્યવાહક રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.