ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા તમામ જિલ્લા મથકે અખંડ ધુનનું આયોજન કરાશે
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આગામી સમયમાં 1000 મંદિર બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યોં
ગરવી તાકાત, મહેસાણા તા. 24 – ઊંઝા ઉમિયા માતાજી મંદિરનું પાટીદાર સમાજમાં અનેરું મહત્વ રહેલું છે. ઊંઝા ખાતે દેશ વિદેશથી પાટીદારો પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાજીના દર્શનાર્થે આવે છે. તહેવારો દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા તમામ જિલ્લા મથકે અખંડ ધુનનું આયોજન કરવામાં આવનાર છે.
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા મહેસાણા જિલ્લા મથકે 24 કલાકની અખંડ ધુનનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ સતત સાત દિવસ દરમિયાન અખંડ ધુનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા દરેક જિલ્લા મથકે અખંડ ધુનનું આયોજન કરવામાં આવશે.
ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા સમગ્ર રાજ્યમાં 5100 સત્સંગ મંડળ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યોં છે. ઉમિયા માતાજી સંસ્થઆન દ્વારા વિવિધ વિસ્તારોમાં 1000 મંદિર બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ લક્ષ્યના ભાગરુપે તમામ જિલ્લા મથકે અખંડ ધુનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહેસાણામાં 31 માર્ચના રોજ 24 કલાક અખંડ ધુનનું આયોજન કરવામાં આવનાર છે.