ઉંઝાના એક વેપારીને હનીટ્રેપમાં ફસાવી તેની પાસેથી 58 લાખ જેટલા રૂપીયા પડાવનારી ટોળકી થોડા દિવસ પહેલા ઝડપાઈ હતી. આ ધરપકડ કરાયેલ શખ્સોને આજે કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓના 7 દિવસના રીમાન્ડની માંગ કરી હતી. જેને કોર્ટે મંજુરી આપી છે.
તમને જણાવી દઈયે કે, મંગળવારના રોજ મહેસાણા પોલીસે 6 આરોપીઓને હનીટ્રેના ગુનામાં દબોચ્યા હતા. આ ધરપકડ બાદ ખુલાશો થયો હતો કે, ઉંઝાનો સંજય શાહ નામનો વેપારી તાજેતરમાં મોબાઈલ દ્વારા ડીમ્પલ પટેલ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. જેમાં યુવતી સાથે વાતચીતમાં તેમના સંબધો વધવા લાગ્યા હતા. બાદમાં વેપારી તે મહિલાને અનેક જગ્યાએ મળી ચુક્યો હતો. જે દરમ્યાન મહિલાએ તેની પાસેથી પૈસા પણ પડાવ્યા હોવાનુ સામે આવ્યુ છે. આ દરમ્યાન યુવતીના સાથીદારીએ બળાત્કાર, અબોર્શન જેવા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ સ્થળેથી માર્ચ મહીના બાદ લગભગ 58.50 લાખ જેટલા રૂુપીયા પડાવ્યા હતા.
આ પણ વાંચો – પાલનપુર : શિક્ષિકાએ RTIની વિગતો માંગતા હુમલાનો પ્રયાસ, જાનમાલના રક્ષણની કરી માંગ !
આજની ઉંઝા કોર્ટની કાર્યવાહીમાં જે 6 આરોપીઓના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે તેમના નામ પટેલ મૌલિક, ઠાકોર નટુજી, પટેલ સુજીત, ચૌધરી મહાદેવ, પટેલ અંકિત, પટેલ સંદીપ છે. પરંતુ મુખ્ય આરોપી પટેલ ડિમ્પલ હજુ પણ પોલીસ સીંકજા બહાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ આરોપીઓએ ધરપકડ બાદ અન્ય ત્રણ ગુના પણ કબુલ કર્યા હતા. જેમાં તેમને અન્ય ત્રણ શખ્સોને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવ્યા હતા.
ઝડપાયેલ આરોપીઓના રીમાન્ડ અંગે કોર્ટની કાર્યવાહીમાં સરકારી વકીલ વિજય બારોટની દલીલ આધારે રિમાન્ડ મંજુર કરાયા હતા. હનીટ્રેપના આ કેસની કાર્યવાહી દરમ્યાન તપાસ અધિકારીની અરજી આધારે આરોપીઓ વિરૂધ્ધ કલમ 384 અને 389નો ઉમેરો પણ કર્યો છે.