કોવીડ-19 ના સંદર્ભમાં સરકારે અનલોક-5 ની ગાઇડ લાઇન જાહેર કરી છે. જેમાં ફેરફાર કરી અન્ય સુચનો યથાવત રાખવા સુચનો કરાયા છે. તે સંદર્ભમાં કલેક્ટર એચ.કે.પટેલ મહેસાણા જિલ્લાના નાગરિકોને અનલોક-5માં પણ કોરોના સંદર્ભની તમામ સાવચેતીઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે. ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973 કલમ- 144 હેઠળ મળેલ સત્તાની રૂએ મહેસાણા જિલ્લાના સમગ્ર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી વ્યક્તિઓ, સમુચિત જનસમુદાય તેમજ જિલ્લામાં પ્રવેશતા અન્ય જિલ્લા/ રાજ્ય તેમજ પ્રદેશમાંથી આવતી વ્યક્તિઓને નીચે જણાવ્યા મુજબના કાર્યોનું પાલન કરવા તેમજ વ્યવસ્થાનો અમલ આદેશ કરેલ છે.
(1) કેન્દ્રિય રમત-ગમત મંત્રાલયની એસ.ઓ.પીની સુચના અનુંસાર સ્વિમીંગપુલ ફ્કત સ્પોર્ટસ પર્સનની તાલીમ માટે જ ખોલી શકાશે
(2)જિલ્લામાં શાળાઓ,કોલેજો,શૈક્ષણિક,તાલીમ,કોચીંગ સંસ્થાઓ અંગે શિક્ષણ વિભાગ દ્વારા ડિપાર્મેન્ટ ઓફ સ્કુલ એજ્યુકેશન એન્ડ લીટરેસી,મિનસ્ટ્રી ઓફ એજ્યુકેશન ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવમાં આવેલ એસ.ઓ.પીને ધ્યાને લઇ સ્થાનિક પરિસ્થિતિ લક્ષમાં લઇ વિગતવાર એ.ઓ.પી સુચના મુજબ ચાલુ કરવાના રહેશે.
(3) ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન,મિનસ્ટ્રી ઓફ એજ્યુકેશન કેન્દ્રિય ગૃહમંત્રાલયના પરામર્શમાં સ્થિતીની સમીક્ષા કરીને કોલેજો,ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓઓ શરૂ કરવાના સમય અંગે નિર્ણય લશે
(4) કન્ટેઇનમેન્ટ ઝોન બહાર આવેલ સિનેમા,થિયેટર,મલ્ટીપ્લેક્ષ માહિતી અને પ્રસારણ મંત્રાલય ભારત સરકાર તરફથી બહાર પાડવામાં આવેલ એસ.ઓ.પી અનુંસાર ચાલુ રાખવાના રહેશે
(5) મનોરંજન પાર્ક અને અન્ય સમાન સ્થળો આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલય ભારત સરકાર તરફથી બહાર પાડવામાં આવનાર એસ.ઓ.પી અનુંસાર ચાલુ રાખવાના રહેશે
(6) બીઝનેશ ટુ બિઝનેશ પ્રદર્શનો યોજવાની પરવાનગી વાણિજ્ય મંત્રાલય ભારત સરકાર તરફથી બહાર પાડવામાં આવનાર એસ.ઓ.પી અનુંસાર આપી શકાશે
(7) કન્ટેન્મેન્ટ ઝોન/ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન
(8) કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક,શૈક્ષણિક,રમત ગમત,મનોરંજન,સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ધાર્મિક રાજકીય સમારોહ તથા othe congregation/large gatherings નીચેની શરતોને આધીન આયોજન કરી શાકશે
(a) 06 ફુટ સાથેનું ફીઝીકલ ડીસ્ટન્સીંગ અને તેના માટે ફ્લોર માર્કીંગ કરવાનું રહેશે(b)સમગ્ર સમારંભ દરમિયાન ચહેરાને યોગ્ય રીતે તમામ સમયે ઢાંકી રાખવાનો રહેશે(c)થર્મલ સ્કેનીંગ,ઓક્સિમીટર (સેનેટાઇઝર સાથે)ની સગવડતા પુરી પાડવાની રહેશે,સ્ટેજ,માઇક,સ્પીકર તેમજ ખુરશીઓને સમયાંતરે સનેટાઇઝ કરવાના રહેશે(d)હેન્ડવોશ,સેનેટાઇઝરની સુવિધાનો તમામે ફરજીયાત અમલ કરવાનો રહેશે(e)સમારંભ દરમિયાન થૂંકવા તેમજ પાન મસાલા,ગુટખાનું સેવન પર સંપુર્ણ પ્રતિબંઘ રહેશે(f)૬૫ વર્ષથી વધુ વયના નાગરીકો,10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો,સગર્ભા મહિલાઓ તેમજ અન્ય બિમારીઓથી પિડીત વ્યક્તિઓ આ પ્રકારના સમારંભમાં ભાગ ન લેતે સલાહભર્યું છે.(g)આરોગ્ય સેતુ એપનો ઉપયોગ થાય તે હિતાવહ રહશે(h)બેઠક વ્યસ્થા ગોઠવતા સમયે ખુરશીની ચારેય બાજુ 06 ફુટની દુરી જળવાઇ રહે તેની તકેદારી રાખવાની રહેશે(i) આ પ્રકારના સંજોગોમાં જો ચા નાસ્તો,ભોજનની વ્યવસ્થા રાખવામાં આવેલ હોય તો તે સમારંભ સ્થળે નહિ,પરંતુ અલાયદા હોલ સ્થળે રાખવાનું રહેશે.જ્યાં એક સમયે 50 થી વધુ વ્યક્તિઓ એકત્રિત ન થાય તથા બેઠક વ્યવસ્થા દરમિયાન વ્યક્તિ વ્યક્તિ વચ્ચે 06 ફુટનું અતર જળવાય તેની કાળજી રાખવાની રહશે(j) તમામ કાર્યક્મો દરમિયાન તબીબી સુવિધાઓ તુર્તજ ઉપલ્બધ થાય તે જરૂરી પ્રબંધ કરવાનો રહેશે.
(9) બંધ સ્થળો જેવા કે હોલ,હોટલ,બેન્કવેટ,હોલ,રેસ્ટોરન્ટ,ઓડીટોરીયમ,કમ્યુનીટી હોલ,ટાઉનહોલ,જ્ઞાતીની વાડી વિગેરે સ્થળે સામાજિક,શૈક્ષણિક,રમતગમત,મનોરંજન,સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ધાર્મિક રાજકીય સમારોહ તથા other congreation/ large gathering આયોજન કરવામાં આવેતો ઉપરની તમામ શરતો સાથે વધારાની સુચનાઓનું પાલન કરવાનું રહેશે.
(a) સ્થળની ક્ષમતા 50 ટકાથી વધુ નહિ,પરંતુ મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં જ સમારોહ,પ્રસંગનું આયોજન કરી શકાશે(b) લગ્ન સત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ બાબતમાં જગ્યાની ક્ષમતાના 50 ટકાથી વધુ નહિ,પરંતુ મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં સમારોહ પ્રસંગનું આયોજન કરી શકાશે(c) કેન્દ્રીય આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલયના 04 જુન 2020ના હુકમ ક્રમાંક મુજબ ધાર્મિક સ્થળો,મોલ્સ,રેસ્ટોરન્ટ,આતિથ્ય એકમોના સંદર્ભમાં બહાર પાડવામાં આવેલ એસ.ઓ.પીનું ચુસ્તપણે અમલ કરવાનો રહેશે(d)એરકન્ડીશનીંગ,વેન્ટીલેશન માટે સી.પી.ડબલ્યુ.ડીની માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે
(10) જ્યારે પાર્ટી પ્લોટ,ખુલ્લા મેદાનો,સોસાયટીના કોમન પ્લોટ કે અન્ય ખુલ્લા સ્થળોએ સામાજિક,શૈક્ષણિક,રમતગમત,મનોરંજ ,સાંસ્કૃતિક પ્રવૃતિઓ,ધાર્મિક,રાજકીય સમારોહ તથા other congregation નુ્ં આયોજન કરવામાં આવે ત્રાયે આપેલ સુચનાઓનું પાલન કરવાનું રહેશે
(a) સામાજિક કાર્યક્રમો
લગ્ન,સત્કાર,સમારંભ જેવી અન્ય ઉજવણીઓ બાબતમાં જગ્યાની ક્ષમતાના 50 ટકાથી વધુ નહિ પંતુ મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં સમારોહ પ્રસંગનું આયોજન કરી શકાશે.-મૃત્યુબાદની અંતિમ ક્રિયા,ધાર્મકિ વિધિ મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદમાં રહેશે.
(b) તહેવારોની ઉજવણી,ધાર્મિક કાર્યક્રમો
– દિવાળી,બેસતુ વર્ષ,ભાઇબીજ,નવા વર્ષની ઉજવણી જેવા તહેવારો તથા તેને સંબધિત ઘાર્મિક પૂજા ઘરમાં રહીને પરીવારના સભ્યો સાથે રહીને કરવી સલાહભર્યું છે
-ખુલ્લી જગ્યાઓએ પુજા અને આરતી કરી શકાશે,પરંતુ ફોટા અથવા મુર્તિને ચરણસ્પર્શ કરી શકાશે નહિ આવા કિસ્સામાં તમામ શરતોના પાલન સાથે મહત્વ 200 થી વધુ વ્યક્તિઓએ એકત્રિત થઇ શકશે નહિ આ કાર્યક્મની અવધી ૦૧ કલાકની રહેશે
– પરંતુ મેળા,રેલી,પ્રદર્શનો,શોભાયાત્રા ગરબા અને સ્નેહમિલન જેવા સામુહિક કાર્યક્મો જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકત્રિત થવાની સંભાવના હોય તે પ્રતિબંધિત રહેસે
– ઉપરોક્ત કાર્યક્મોમાં પ્રસાદ વિતરણ કરનારે ફરજીયાત પણે હેન્ડગ્લોઝ પહેરવાના રહેશે તથા આયોજકે,સ્થળ સંચાલકે સોશ્યલ ડિસ્ટન્સન જળવાઇ રહેતે મુજબની વ્યવસ્થા કરવાની રહેશે
(11) તમામ કાર્યક્મો ,ઉજવણી દરમિયાન કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના 04 જુન 2020ના હુકમ મુજબ ધાર્મિ સ્થળો,ઉપાસના સ્થળો સંદર્ભમાં બહાર પાડવામાં આવેલ એસ.ઓ.પી તેમજ તહેવારોની ઉજવણી સંબધમાં કેન્દ્રિય આરોગ્ય અને પરીવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ એસ.ઓ.પીનો ચુસ્તપણે અમલ કરવાની તમામ જવાબદારી સંબધિત આયોજક,સ્થળ સંતલાકની રહેશે.
(a)આયોજક સ્થળની સમાવેશ ક્ષમતા અંગે સ્થાનિક વહીવટીતંત્રને વન ટાઇન ઇન્ટીમેશન આપવાનું રહેશે.આ સ્થળે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે 06 ફુટની દુરી જળવાઇ રહે તે રીતે કેટલા વ્યક્તિઓનો સમાવેશ થઇ શકશે તેની વિગતોની સ્થાનિક વહીવટીતંત્રને જાણ કરવાની રહેશે(b) આપેલ તમામ સુચનાઓ ચુસ્તપણે અમલ થાય તે માટે સંચાલક આયોજકે ઉચિત વ્યવસ્થા કરવાની રહેશે(c)કોઇપણ શરતનો ભંગ થયેથી સંબધિત સ્થળના સંચાલક,સોસાયટીના પ્રમુખ હોદ્દેદારો તથા આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો – મહેસાણા : વેચાણ કીમંત કરતા વધારે ભાવ વસુલતા ‘વિ માર્ટ’ ના મોલ પર દરોડા
(12)લોકડાઉનનો સમયગાળો લંબાવવાની સાથે, 30 નવેમ્બર 2020ની મધ્યરાત્રીના 12.00 કલાક સુધી અગર રાજ્ય સરકારશ્રી/કેન્દ્ર સરકારશ્રી દ્વારા નવિન આદેશો બહાર પાડવામાં આવે તે બંનેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી સમગ્ર મહેસાણા જિલ્લાની હદમાં નીચેની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ફરવામાં ફરમાવવામાં આવે છે.
(a) ગૃહમંત્રાલયે પરવાનગી આપી હોય તે સિવાયની આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી(b) પુસ્તકાલયોને તેની ક્ષમતા ના ૬૦% ક્ષમતા કરતા વધુ ક્ષમતાએ ખુલ્લા રાખવા પર (c) ઓટોરીક્ષમાં 01 વાહન ચાલક તેમજ ૦૨ પેસેન્જરથી વધુની મુસાફરી,, કેબ, ટેક્ષી તથા કેબ એગ્રીગેટર ખાનગી વાહનો (મોટરકાર)માં 1 વાહન ચાલક તેમજ ત્રણ પેસેન્જરથી વધુની મુસાફરી , જો વાહનની બેઠક ક્ષમતા ૬(છ) મુસાફરીથી વધુની હોય તો 01 ડ્રાઇવર તથા 04 (ચાર) પેસેન્જરથી વધુ ની મુસાફરી પ્રતિબંધ(d) દ્રિ-ચક્રિય વાહન પર વાહન ચાલક તથા ૧ (એક) પેસેન્જરથી વધુ મુસાફરી પર પ્રતિબંધ.
(13) કેન્દ્રીય ગૃહસચિવના ૨૭ ઓક્ટોબર ૨૦૨૦ના હુકમ હેઠળ જાહેર કરેલી Guidelines for phased Re-opening (unlock-૫)ના જોડાણ-૧માં આપવામાં આવેલ નિર્દેશ અનુસાર તમામ જાહેર જગ્યાઓ અને કાર્યસ્થળો ઉપર National Directives for COVID-19 Managementનું ફરજીયાત પાલન કરવાનું રહેશે, જેમાં
(a) તમામ જાહેર અને કાર્યસ્થળોએ તેમજ મુસાફરી દરમ્યાન ફેસ માસ્ક તથા તેઓના MOUTH AND NOSE (મોઢું અને નાક) વ્યવસ્થિત કવર થાય તે રીતે કોઈપણ કાપડની વસ્તુ પહેરવી ફરજીયાત છે. (b) લોકોએ જાહેરસ્થળો ઉપર ઓછામાં ઓછું ૬(છ) ફૂટનું અંતર (દો ગજકી દૂરી) જાળવવાનું રહેશે. દુકાનોએ ગ્રાહકો વચ્ચે શારીરિક અંતર જળવાય એ સુનિશ્રિત કરવાનું રહેશે.(c) જાહેર સ્થળો તથા કાર્યસ્થળે ઉપર થુંકવું એ સજા અને દંડને પાત્ર ગુન્હો બનશે.કાર્યસ્થળો માટે વધારાના નિર્દેશો(d) જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ઘરે થી કામ કરવાની પ્રથા અમલમાં મુકવી. (e) ઓફીસો, કાર્યસ્થળો,દુકાનો, માર્કેટ્સ અને ઔધોગિક અને વાણિજ્યક એકમોએ કામના કલાકો અલગ-અલગ રાખવા. (f) સામાન્ય સ્થળોની પ્રવેશ તથા જવાની જગ્યાઓ ઉપર વ્યક્તિના શરીરના તાપમાનના સ્ક્રીનીંગ, હાથ ધોવાની તથા સેનેટાઈઝરની વ્યવસ્થા કરવાની રહેશે. (g) બધી સંસ્થાઓએ બે શિફટ વચ્ચેના સમયગાળામાં પોતાના સમગ્ર કાર્યસ્થળોને, સામાન્ય સુવિધાવાળી જગ્યાઓ તથા જે જગ્યાઓએ વારંવાર માનવસ્પર્શ થતો હોય તેવી જગ્યાઓ (દા.ત. દરવાજાના હેન્ડલ વગેરે) વારંવાર સેનેટાઇઝર કરાવવી. (h) બધા વ્યક્તિઓ જે કાર્યસ્થળોના ચાર્જમાં હોય તેઓએ કામદારો વચ્ચે યોગ્ય અંતર રાખવું, બે પાળીઓ વચ્ચે યોગ્ય અંતર, કર્મચારીગણના ભોજન માટે અલગ-અલગ સમયની ગોઠવણ કરીને સોશિયલ ડીસ્ટન્સીંગનું પાલન કરવું.(i) ૬૫ વર્ષથી ઉપરની વ્યક્તિઓ, રોગથી પીડાતી વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ, અને 10 વર્ષથી નીચેની આયુનાં બાળકોએ આવશ્યક જરૂરિયાતો અને તબીબી કારણો સિવાય ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવે છે.
મામલતદાર અને ઇન્સીડન્ટ કમાન્ડર દ્વારા જાહેર કરવામાં આવેલા તથા જાહેરનામાના અમલ દરમિયાન જાહેર કરવામાં આવે તેવા નિયંત્રિત ક્ષેત્રો/સુક્ષ્મ નિયંત્રિત ક્ષેત્રોમાં આવશ્યક ચીજવસ્તુઓ તથા મેડીકલ ઈમરજન્સી અને જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓનો પુરવઠો જાળવવા સિવાયની તમામ પ્રક્રિયાઓ અને તે માટે લોકોની અવર-જવર ઉપર પ્રતિબંધ રહેશે તથા જેઓના મકાનો કન્ટેનમેન્ટ ઝોન/માઈક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં આવેલ છે તેવા કામદારો/ કર્મચારીઓ/ દુકાનદારોને કન્ટેનમેન્ટ ઝોન/ માઈક્રોકન્ટેનમેન્ટ ઝોન છોડવાની પરવાનગી રહેશે નહીં.
આ ઉપરાંત જાહેર અને કાર્યસ્થળોને યોગ્ય રીતે ચહેરો ન ઢાંકવા બદલ રૂ 1000/- તથા જાહેરમાં થૂંકનાર ઇસમ રૂ 1000/- દંડને પાત્ર થશે. તેમ જિલ્લા મજીસ્ટ્રેટના આદેશમાં જણાવાયુ છે.