ઉંઝાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 58.50 લાખ પડાવ્યા, ઝડપાયેલ 6 આરોપીએ અન્ય ગુના પણ કબુલ્યા – યુવતી હજુ પણ ફરાર

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણા પોલીસે લોકોને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપીયા પડાવી લેતી ટોળકીને ઝડપી પાડી છે.  જેમાં એક મહિલા સીવાય અન્ય 6 આરોપીઓ ઝડપાયા છે. ઉંઝાના એક વેપારીની ફરિયાદ આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, તે કેસની તપાસ દરમ્યાન બાતમી આધારે મહેસાણા એસઓજીની ટીમે અલગ અલગ સ્થળેથી 6 આરોપીઓને ઝડપી પાડી અન્ય ત્રણ ગુુનાઓને પણ ડીટેક્ટ કર્યા છે.

આ કેસની વિગત એવી છે કે,  ઉંઝાનો એક વિપારી તાજેતરમાં મોબાઈલ દ્વારા એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. જેમાં યુવતી સાથે વાતચીતમાં તેમના સંબધો વધવા લાગ્યા હતા. બાદમાં વેપારી તે મહિલાને અનેક જગ્યાએ મળી ચુક્યો હતો. જે દરમ્યાન મહિલાએ તેની પાસેથી પૈસા પણ પડાવ્યા હોવાનુ સામે આવ્યુ છે. આ બન્ને વચ્ચે થતી ટેલીફોનીક વાતચીતને આધાર બનાવી સંજય શાહ નામના વેપારીને મુખ્ય આરોપી ડીમ્પલ પટેલે અન્ય લોકોની મદદથી હનીટ્રેપમાં ફસાવ્યો હતો.

આ પણ વાંચો – પાલનપુર : શિક્ષિકાએ RTIની વિગતો માંગતા હુમલાનો પ્રયાસ, જાનમાલના રક્ષણની કરી માંગ !

વેપારી પાસેથી આ ટોળકીએ બળાત્કાર, અબોર્શન જેવા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ સ્થળેથી માર્ચ મહીના બાદ લગભગ 58.50 લાખ જેટલા રૂુપીયા પડાવ્યા હતા. પરંતુ વેપારીને હનીટ્રેપમાં ફસાયો હોવાનુ ભાન થતાં તેને ઉંઝા પોલીસ મથકે આ મામલે ફરિયાદ દાખલ કરાવી હતી. જેથી ફરિયાદ આધારે મહેસાણા એસઓજીની ટીમે રાજેસ્થાન, ઉંઝા, તથા બનાસકાંઠાના વિસ્તારમાંથી 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

હનીટ્રેપના કેસમાં ઝડપાયેલ આરોપીના નામ પટેલ મૌલિક, ઠાકોર નટુજી, પટેલ સુજીત, ચૌધરી મહાદેવ, પટેલ અંકિત, પટેલ સંદીપ હોવાનુ સામે આવ્યુ છે.  પરંતુ મુખ્ય આરોપી પટેલ ડિમ્પલ હજુ પણ પોલીસ સીંકજા બહાર છે. ઝડપાયેલ આરોપીઓએ પોતાનો ગુનો કબુલ કરી અન્ય ત્રણ ગુનાઓ બાબતે ખુલાસો કરતા જણાવ્યુ હતુ કે, તેઓએ સાત મહિના મહેસાણાથી ઉનાવા વચ્ચે એક મારવાડીને ફસાવી તેની પાસેથી 2 લાખ રૂપીયા પડાવ્યા હતા, છ મહિના પહેલા ઉંઝાના એક મોટી ઉમંરના કાકાને વડનગરના ગેસ્ટહાઉશમાં બોલાવી તેમની પાસેથી 3 લાખ પડાવ્યા હતા. આ સીવાય પણ ઉંઝાના એક યુવકને હનીટ્રેપમાં ફસાવી તેને વિસનગર તરફના ગેસ્ટ હાઉસમાં મોકલી તેની પાસેથી 15 લાખ ખંખેરી લીધા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.