ઊંઝા ટાઉનમાં આવેલા દત્તાત્રેય કોલોની પાસેથી હુન્ડાઈ કંપનીની ક્રેટા કારમાંથી દારુનો જથ્થો ઝડપાયો
ગરવી તાકાત, ઊંઝા તા. 12 – ઊંઝા ટાઉનમાં આવેલા દત્તાત્રેય કોલોની આગળ એક શખ્સ હુન્ડાઈ કંપનીની ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને મકાનમાં રાખતો હતો. જેમાં ઊંઝા પોલીસને ખાનગી રાહે બાતમી મળતા ઊંઝા પોલીસે રેડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડવામાં પોલીસને સફળતા મળી હતી.
ઊંઝા પોલીસ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ક્રેટા ગાડીમાંથી એક શખ્સ ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને મકાનમાં રાખી રહ્યો છે. જે હકીકતના આધારે ઊંઝા પોલીસે રેડ કરતા બૂટલેગર જીતેન્દ્ર જોગારામ જાટ નામનો ઇસમ ઝડપાઈ ગયો હતો. ક્રેટા ગાડીમાંથી અને મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
અલગ અલગ બ્રાન્ડની બોટલો, મોબાઈલ અને હુન્ડાઈ કંપનીની ક્રેટા ગાડી સહિત રૂપિયા 7,54,440નો મુદ્દામાલ ઝડપી લઇ ઊંઝા પોલીસે બૂટલેગર જીતેન્દ્ર જોગારામ જાટ ઉપર આઈ.પી.સી. કલમ 65(a)(e) અને 81 મુજબનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.