ઉંઝા: પટાવાળાની જાણ બહાર ડોક્યુમેન્ટના દુરુપયોગ કરી ફર્જી પેઢી ઉભી કરી

શેર કરવા અહીં ક્લિક કરો.

ઉંઝામાં ખાનગી પેઢી ચલાવતા બે શખ્સોએ ભેગા મળી ઓફિસના પટાવાળાની જાણ બહાર તેના ડોક્યુમેન્ટનો દુરઉપયોગ કરી બેન્ક ખાતુ ખોલાવ્યાનો મામલો સામે આવ્યો છે. જીએસટી ડીપાર્ટમેન્ટના દરોડા પટાવાળાના ઘરે પડતા આ સમગ્ર ઘટની જાણ તેને થવા પામી હતી. જેમાં ઉંઝામાં પેઢી ચલાવતા કેતુલ બીપીનભાઈ પટેલ તથા રૂત્વીક શરદભાઈ પટેલે તેમના પટાવાળાની જાણકારી બહાર બાળોજ એગ્રો નામની પેઢી બનાવી થરાદ ખાતે બેન્ક એકાઉન્ટ ખોલાવી ગેરકાયદેસર રીતે ટ્રાન્જેક્શન કર્યા હોવાના આરોપ લાગી રહ્યા છે. 

આ પણ વાંચો – બીલ્ડીંગ સાઈટ ઉપર પૈસા બચાવવાની લાલચે 1 મજુરનો જીવ લીધો, એન્જીનીયર સહીત ત્રણ સામે ગુન્હો દાખલ

ઉંઝાની રસમ એગ્રો નામની પેઢીમા 8000/- માસીક પગારે કામકરતા હિમાંશુ દિનેશભાઈ રાવળના ઘરે જીએસટી ડીપાર્ટમેન્ટના દરોડા પડતા આ સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો. એના પહેલા અનેક ટ્રાન્જેક્શન તેમના નામે બનાવેલ પેઢીમાં અનેક ટ્રાન્જેક્શન થયેલ હતા. હિમાંશુ રાવળને પોતાની પેઢીમાં નોકરી રાખતા પહેલા  કેતુલ બીપીનભાઈ પટેલ તથા રૂત્વીક શરદભાઈ પટેલે તેમની પાસેથી આધારકાર્ડ અને પાસપોર્ટ સાઈઝનો ફોટો લીધેલ હતો. જેનો આ બન્ને જણાએ દુરઉપયોગ કરી થરાદ ખાતે બાળોજ એગ્રો નામની પેઢી બનાવી બેન્ક એકાઉન્ટ ખોલાવ્યુ હતુ. જેમાં બાળોજ અગ્રો નામ ઉપર બીલો બનાવી તેમા ઓફિસબોય હિમાશુની પ્રીન્ટેડ સહી છાપી ગેરકાયદેસર રીતે પૈસાનુ ટ્રાન્જેક્શન કરતા હતા. આવી ગેરકાયદેસર રીતે ચાલતી ખાનગી પેઢી જી.એસ.ટી ડીપાર્ટમેન્ટના રડારમાં આવતા ડીપાર્ટમેન્ટે જય ગોગા ટ્રેડર્સ અને શ્રી રામ એગ્રો નામની પેઢી ઉપર દરોડા પાડ્યા હતા.જે બન્ને પેઢી કેતુલ બીપીનભાઈ પટેલ તથા રૂત્વીક શરદભાઈ પટેલ ચલાવતા હતા. આ રેઈડ દરમ્યાન તેમને બાળોજ એગ્રો નામની પેઢીના ડોક્યુમેન્ટ મળતા  આ પેઢીની તપાસ કરતા જણાઈ આવ્યુ હતુ કે, પેઢી તેમના ઓફિસ બોય હિમાશુના નામે ચાલી રહી છે. જેથી આ પેઢી ઉપર રેઈડ કરતા જી.એસ.ટી. ડીપાર્ટમેન્ટને જાણવા મળેલ હતુ કે ઉપરના બન્ને આરોપીએ તેમના ઓફિસ બોયની જાણકારી બહાર ખોટી સહી કરી બેન્ક એકાઉન્ટ તથા પેઢી શરૂ કરી ગેરકાયદેસર બેન્કના ટ્રાન્ઝેક્શન કરેલા હતા. આ ગુન્હો કર્યા બદલ કેતુલ બીપીનભાઈ પટેલ તથા રૂત્વીક શરદભાઈ પટેલ વિરૂધ્ધ કલમ 420,423,465,467, 468,471,120બી મુજબ ગુન્હો દાખલ કરીવામાં આવ્યો છે. 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.