ઉંઝાના વેપારી મથકમાં રોકડીયા પાક તરીકે જીરૂ, વરિયાળી અને ઈસબગુલની નીકાસ ઉપર સંકટ ટોળાયુ છે. ઉંઝામાંથી વિેદેશોમાં થતી નીકાશમાં ઘટાડો નોંધાયો છે. જીરૂ, વરિયાળી તથા ઈસબગુલની નિકાસમાં ઘટાડો નોંધાવાનુ કારણ મોટા પ્રમાણમાં સેમ્પલ રીજેક્ટ થયા હોવાનુ સામે આવ્યુ છે.
મહેસાણા જીલ્લાના ઉંઝાના ગંજ બજારના જીરૂ, વરિયાળી તથા ઈસબગુલની નીકાસમાં ઘટાડો નોંધાયો છે. આ વર્ષે 28 લાખ બોરીની નિકાસ થઈ છે. જે ગતવર્ષે 56 લાખ બોરીની નીકાશ થઈ હતી. ગતવર્ષની સરખામણીમાં નિકાસ અડધી થઈ જતા ઉંઝા એપીએમસીના નિકાસકારોને નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. જેથી તેમને આ મામલે ચેરમેન દિનેશભાઈ પટેલને રજુઆત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નિકાસના નિયમમાં ફેરફાર કરવામાં આવતાં જંતુનાશક દવાઓનો ઉપયોગ વધ્યો હતો જેથી સેમ્પલ પણ રીજેક્ટ થયા છે. આ મામમલે નિકાસકારોએ ચેરમેન દિનેશભાઈ પટેલને રજુઆત કરી જણાવ્યુ હતુ કે, ખેડુતો જંતુનાશક દવાનો ઉપયોગ ઘટાડે તેના માટે જાગૃતી કાર્યક્રમ કરવાની ભલામણ કરી છે.
આજના ઊંઝા માર્કેટ યાર્ડ ભાવ
પાક | નીચો ભાવ | ઉંચો ભાવ |
જીરૂ | 2250 | 3000 |
તલ | 1600 | 2565 |
રાયડો | 1485 | 1508 |
વરિયાળી | 1180 | 2463 |
અજમો | 1000 | 2525 |
ઈબસગુલ | 2436 | 2675 |
સુવા | 971 | 1033 |