લોકડાઉનમાં ઠેરઠેર પોલીસનો બંદોબસ્ત હોવા છતા પણ રાજ્યમાં ચોરી અને લુંટના બનાવો બની રહ્યા છે. નકલી પોલીસ બનીને લોકોને છેતરવાનો વધુ એક બનાવ બહાર આવ્યો.

ઉંઝા શહેરના મધુકુંજ સોસાયટી પાસે બિપીનભાઇ રમણલાલ ચોકસી મંદીરે પુજાપાટ કરી સવારે 8.15 કલાકે ચાલતા ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવતા કાળા કલરના બે બાઈક સવારે જેમને મોઢે માસ્ક પહેરેલ હતુ, તેમને બીપીનભાઈ ચોકસીના પાસે બાઈક ઉભુ રાખી પાછળ બેસેલા ઈસમે ઉતરી નીચે આવી કહ્યુ કે, અમે પોલીસવાળા છીયે તમે મંદીરના પંડીત છો? પંડીત થઈ ને સરકારી નિયમોના ઉલ્લઘંન કેમ કરી રહ્યા છો? શુ તમે નથી જાણતા કે આ કોરાનાના સમયગાળામાં સોનાના દાગીના પહેરવાથી ગુનો લાગે છે.

આમ કહેતા ફરિયાદી બીપીનભાઈ રમણલાલ પોતાનુ સોનાનુ કડુ (અઢી તોલાનુ કિ.રૂ.35000/-) અને વીંટી(અડધા તોલાની કિ.રૂ. 10000/-) મળી કુલ રૂ. 45000/- કાડી રહ્યા હતા ત્યારે તેમને વાતોમાં ભેળવી લઈ ગુનેગારો સોનાના દાગીના લઈ ફરાર થઈ ગયા. આ મામલે ઉંઝા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોધાઇ હતી. 

Contribute Your Support by Sharing this News: