મહેસાણામાં આવેલ યુનીક આઈસીયુ હોસ્પીટલના સ્ટાફની અનોખી કામગીરી સામે આવી છે. જેમાં આ હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીના શારીરીકને મટાડવામાં આવે જ છે પરંતુ સાથે સાથે તેમના માનસીક દર્દને પણ હળવુ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. અનેક હોસ્પિટલમાં એવા કીસ્સા સામે આવતા હોય છે કે, જેમાં દર્દીને પૈસા ખર્ચીને સારી સુવીધા તથા શિષ્ટતાપુર્વક વર્તન જોવા નથી મળતુ. જ્યારે આ હોસ્પિટલના સ્ટાફ દ્વારા ગરીબમાં ગરીબ વ્યક્તિના દુખને શાંતીથી સાંભળી તેમનુ દુખ દુર કરવાનો પ્રયાસ કરી ત્યાર બાદ તેમનો ઈલાજ કરવામાં આવે છે.
મહેસાણાના ગોપીનાળા પાસે આવેલ આઇ.સી.યુ & મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ”માં ડો. મનીષ દેસાઈ અને તેમની ટીમ દ્વારા દર્દીની શારીરીક પીડા તો દુર કરવામાં આવે જ છે આ સીવાય દર્દીના પરીવારની માનશીક પીડાથી મુક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. જેમાં કેટલાક દર્દીનો જીવ બચવાની કોઈ આશા વધી ના હોય તેવી પરીસ્થીતીમાં પણ દર્દીને મોતના મુખમાથી બચાવી લાવી સ્વસ્થ કરવામાં આવતાં પરીજનો પણ આ હોસ્પીટલના સ્ટાફનો દીલથી આભાર વ્યક્ત કરતા હોય છે.