સરપંચની ચુંટણીમાં બનાસકાંઠાના એક ગામમાં અનોખો માહોલ

December 15, 2021

હાલમાં ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની જાેરદાર તૈયારીઓ ચાલી રહી છે. ગામેગામ ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. જાે કે તેમ ઘણી પંચાયતો સમરસ પણ બની છે. પંચાયતની ચૂંટણીમાં કેટલીક વાર રસપ્રદ વિગતો પણ સામે આવતી હોય છે. જેમ કે એક જ ઘરના સભ્યો સામસામે ઊભા હોય, અથવા પ્રચારના ટાંચા સાધનો સાથે અવનવી ટેકનિક. વિગેરે જયારે હાલમાં આ ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં ચાર હરીફો સાથે પ્રચાર કરતાં જાેવા મળી રહ્યા છે

બનાસકાંઠા જીલ્લાના થરાદના ગણેશપુરા પચાયતની ચૂંટણી માટે એક જ મંડપ હેઠળ 4 સરપંચ ઉમેદવાર કરી રહયા છે. જ્યારે 8 વોર્ડમાં 8 ઉમેદવાર બિનહરીફ થયા છે. થરાદ ના ગણેશપુરા ગામના ગામમાં પંચાયતની ચૂંટણી છે. પ્રચાર માટે મંડપ બાંધ્યો હતો. અને મંડપ નીચે ગામ પંચાયતના સરપંચ પદના ચાર ઉમેદવારોએ પ્રચાર કરી રહ્યા છે.


આ ગામમાં 3 હજારની વસ્તી ધરાવે છે જેમાં 1400 કરતા વધુ મતદારો છે જ્યારે પંચાયતની 8 વોર્ડમાં સભ્યો બિનહરીફ ચૂંટાયા છે. જેમાં સરપંચ ઉમેદવાર કરશનભાઇ દરજી એ જણાવ્યું હતું કે 4 ઉમેદવાર એ સરપંચ પદ માટે સાથે જઈ ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવાર 4 છે પણ ચારેય એકબીજાને જીતડવાનો પ્રયાસ કરી રહ્યા હોય એવો માહોલ છે.


ગણેશપુરા ગામ પંચાયતમાં મહિલા સીટ છે. ગામ વિકાસશીલ છે છતાં ઘણા પ્રશ્નો હજુ ઉકેલાય વગરના છે. ગટરલાઇન, હોસ્પિટલ, સ્ટેટ લાઈટ, આવાસ યોજના અને ગામનો સ્વાગી વિકાસ માટે ઘણા કાર્ય બાકી છે. જીતેલા સભ્યોએ વિકાસ કરવાની વાત પર ભાર મુક્યો તો સરપંચ ઉમેદવારોએ પણ ગામને વધુને વધુ વિકાસશીલ બનાવવાની સાથે ગામ ગોકળિયું બને એવા પ્રયાસ કરવાની વાત કરી હતી. સરપંચ પદની તક મળે તો વિકાસના દ્રાર ખોલવાની તત્પરતા દાખવી હતી. ગણેશપુરા ગામ આમતો ચૂંટણીના માર્ગે છે પણ માહોલ સમરસ પંચાયત જેવો છે ગામની એકતા અને ભાઈચારાની ભાવના થકી સરપચ પદ માટે ચૂંટણી લડાઈ રહી છે એ એક ઉદાહરણ સ્વરૂપ છે એક મંડપ હેઠળ પ્રચાર થકી સરપંચ બનશે ત્યારે જીતેલા ઉમેદવાર કેવો ગામ નો વિકાસ કરે છે એ તો આવનાર સમય જ બતાવશે.

(ન્યુઝ એજન્સીના ઈનપુટ સાથે)

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0