ગરવીતાકાત,મહેસાણા: તા.૦૩/૦૮/૨૦૧૯ ના રોજ વહેલી સવારના મહેસાણા જીલ્લાના બાવલુ પો.સ્ટે. વિસ્તારમાં ભીમાસન થી ખાત્રજ રોડની વચ્ચે કારોલી ગામના પાટીયા નજીક થોળ અભ્યારણની જાડીઓમાંથી એક તીક્ષ્ણ હથિયારોથી ખૂન કરાયેલ હાલતમાં વણઓળખાયેલ લાશ મળી આવેલ હતી.

જે અન્યવે પોલીસ મહાનિરીક્ષકશ્રી, મયંકસિંહ ચાવડા, ગાંધીનગર રેન્જ નાઓએ ગુનો શોધી કાઢવા સારૂ કરેલ સૂચનાઓ આધારે પોલીસ અધિક્ષકશ્રી, નિલેશ જાજડીયા મહેસાણા નાઓએ ગુનાના બનાવ સ્થળની વીજીટ કરેલ અને મહેસાણા એલ.સી.બી. તથા બાવલુ પો.સ્ટે.ના અધિકારીઓને ગુનો શોધવા સારૂ જરૂરી માર્ગદર્શન આપેલ.  મહેસાણા એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એસ.એસ.નિનામા તથા એએસઆઇ રમેશજી, જહીરખાન, હીરાજી, ચતુરજી તથા હેડ કોન્સ. નરેન્દ્રસિંહ, નિલેશકુમાર, રાજેન્દ્રસિંહ, રશ્મેન્દ્રસિંહ, દિલીપકુમાર, મહેન્દ્રસિંહ તથા પો.કોન્સ. મહેન્દ્રકુમાર, અબ્દુલગફાર વિગેરેનાઓ સદર ગુનો શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી તપાસ મદદમાં હતા દરમ્યાન મરણ જનાર ઇસમ બાબતે આજુબાજુના વિસ્તારની ફેક્ટરીઓમાં તપાસ કરતા મરણજનારનું નામ ક્રિષ્નાસિંહ રામભવાનસિંહ કુશવાહા હાલ રહે. મયુર વોવેન્સ પ્રા.લી, રકનપુર, તા.કલોલ જી.ગાંધીનગર મૂળ રહે. ગામ કરમી, તા.ઇટાઢી, જી.બકસર બિહાર વાળો હોવાનું જણાઇ આવેલ. તેમજ આ કામે ફરીયાદ આપનાર સદરી મરણ જનારના ભાઇ મુનીરાજસિંહ ઉર્ફે ધનજી રામભવાનસિંહ કુશવાહા રહે. આલ્પાઇન પ્લાસ્ટીક કંપની લી. જેતપુર તા.કડી જી મહેસાણા મૂળ રહે. ગામ કરમી, તા.ઇટાઢી, જી.બકસર બિહાર ની પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી વિશ્વાસમાં લઇ યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા મરણ જનાર ક્રિષ્નાસિંહની પત્ની સાથે પોતાને છેલ્લા  પાંચ  વર્ષથી આડાસંબંધ હોય જેથી  તા.૦૧/૦૮/૨૦૧૯ ના સાંજના સમયે પોતાના ભાઇને ફોન કરી ખાત્રજ ચોકડી બોલાવી નાસતો કરવાના બહાને થોળ અભયારણની ઝાડીઓમાં લઇ જઇ પોતાની પાસેની કોલેજ બેગમાં રાખેલ લોખંડની એંગલ વડે માથામાં ફટકા મારી મોત નિપજાવેલાની કબુલાત કરતો હોય સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઇ મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ બાવલું પો.સ્ટે સોંપેલ છે.

આમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણાને ગણતરીના કલાકોમાં વણ ઓળખાયેલ લાશની ઓળખ કરી ખુનના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે*

Contribute Your Support by Sharing this News: