–કડી છત્રાલ હાઇવે ઉપર બની ઘટના :
ગરવી તાકાત મહેસાણા : કડી શહેરમાં બપોરના સમયે પૈસા લઈ જતા કોન્ટ્રાકટર ને છરી મારી લૂંટી લેવાની ઘટના પ્રકાશ માં આવી છે.ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયી હતી.પૈસા લઈ નીકળેલા કોન્ટ્રાકટર ને બુધવારે બપોરના સમયે છરી ના ઘા મારી લૂંટી લેવાયો હતો.
છેલ્લા થોડા સમય થી શાંત રહેલ કડી માં ગુનેગારો માથું ઊંચકી રહ્યા છે.બુધવારે બપોરે શહેરની હાઇટેંશન કોલોનીમાં રહેતા અનુપકુમાર સિંઘ છત્રાલ રોડ ઉપર આવેલ સેરા કંપની માં કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.કોન્ટ્રાકટર મજૂરોને પૈસા ચૂકવવાના હોવાથી સેરા કંપનીમાં થી આશરે ચાર લાખ રૂપિયા જેટલી રકમ લઈ પોતાના રહેણાંક તરફ ચાલી ને જઈ રહ્યા હતા ત્યારે બાઈક ઉપર આવેલા અજાણ્યા ઇસમોને કોન્ટ્રાકટર અનુપકુમાર સિંઘ ને છરીના ઘા મારી બેગ માં ભરેલ પૈસા ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
કોન્ટ્રાકટર ને હાથ ઉપર છરી ના ઘા વાગતાં તેને કડી ની ભગાયોડય હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા.કડી પોલીસ ને મહૈતી મળતાં તેમને ઘટનાસ્થળે પહોંચી જઈ વધુ તપાસ હાથ અજાણ્યા બાઈક સવાર ને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી.
તસ્વીર અને અહેવાલ : જૈમિન સથવારા – કડી