ગરવીતાકાત,ભરૂચ(તારીખ:૧૫)

ભરૂચ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૭ ખાતે દાંડિયાબજાર શનિદેવ મંદિર પાસે  થી ઘોળીકુઇ બજાર કસક ગળનાળા સુધી ની અંડરગ્રાઉન્ડ ગટરનું ખાતમુહૂર્ત ઘારાસભ્ય શ્રી દુષ્યંતભાઇ પટેલ,નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું જેમા  શહેર પ્રમુખ શ્રી ધનજીભાઈ ગોહિલ, પ.વ.ડી ચેરમેન દિપકભાઈ મિસ્ત્રી,વોટર વર્કસ ચેરમેન રાજશેખરભાઈ તથા વિવિધ કમિટી ના ચેરમેનશ્રીઓ, સભ્યશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો હાજર રહ્યાં.