રોડ ઉપર જીવલેણ ખાડાઓના કારણે અકસ્માતની વણઝાર, કડી થી થોળ વચ્ચે દરરોજ અપડાઉન કરતા લોકોના જીવ ઉપર જોખમ.
કડી થોળ રોડ હાઇવે ઉપર જીવલેણ ખાડાઓનું એટલી હદે વર્ચસ્વ છે કે, થોડો ઘણો સારો માર્ગ પણ ગોત્યો જડે તેમ નથી. થોળ રોડ અંડર બ્રિજ પાસે ઠેરઠેર જીવલેણ ખાડા પડી ગયા છે. આ જીવલેણ ખાડાઓના કારણે દરરોજ નાના મોટા અકસ્માત સર્જાઈ છે તેવું અહીના આવતા વાહન ચાલકો પાસેથી જાણવા મળ્યું છે. રોડ ઉપર જીવલેણ ખાડાઓના કારણે અકસ્માતની વણઝાર થતા કડી થોળ રોડ અંડર બ્રિજ નો હાઇવે અકસ્માત ઝોન બની ગયો છે.
કડીમાં સામાજિક, ધંધાકીય અને વહીવટી એમ તમામ સ્તરે જોડાણ હોવાથી શહેરોને જોડતા તમામ રોડ હાઇવે ઉપર 24 કલાક અસામાન્ય ટ્રાફિક રહે છે. 24 કલાક ટ્રાફિકથી ધમધમતો હાઇવે ચોમાસાંની શરૂઆતના વરસાદથી જ આ રોડની લાંબા સમયથી પથારી ફરી ગઈ છે. આ રોડ ઉપર મસમોટા ગાબડા પડ્યા છે. આખા રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં ખાડે ખાડા દેખાઈ છે. કડી શહેરમાં અનેક રોડ પર મસમોટા ખાડા પડી જવાથી વાહન વ્યવહારને માઠી અસર પહોંચી છે અને જીવલેણ ખાડાથી અકસ્માતનું જોખમ વધ્યું છે.

અસામાન્ય વાહન ધસારો ધરાવતો કડીના રસ્તાઓ અને હાઇવે ઉપર દરરોજ વાહન વ્યવહારની અવર જવરના કારણે ટ્રાફિક અને સાથે સાથે રોડ પર પડેલ ખાડા રાજને કારણે અક્સ્માત પણ સર્જાઈ શકે છે. વારંવાર જીવલેણ અકસ્માત થતા અનેક મહામૂલી માનવ જિંદગી મોતના ખપ્પરમાં હોમાઈ ગઈ છે. કડીથી થોળ રોડ વચ્ચે દરરોજ હજારો લોકો વાહનોમાં મુસાફરી કરી અવરજવર કરે છે. આથી જીવલેણ ખાડાને કારણે દરરોજ અપડાઉન કરતા હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા છે. જો કે, આ રોડ અગાઉ નવો બનાવવામાં આવ્યો હતો. પણ વરસાદના શરૂઆત થતાં જ રોડ થોડા સમયમાં જ ખાડાના અખાડામાં ફેરવાય ગયો છે. અગાઉ રોડને રીપેરીગ કરાયો હતો. પણ રોડ ઉપર રીપેરીગના નામે કરેલા થુંકના સાંધા જાજો સમય ટક્યા ન હતા. તેથી સંબધિત તંત્ર રોડનું યોગ્ય સમારકામ કરે તેવી વાહનચાલકોમાં માંગ ઉઠી છે.
ત્યારે આ રોડ ઉપર શરૂઆતના વરસાદ ના ધોવાઇ ગયેલ રોડને કારણે જે રોડ પર કડી શહેરને જોડતા જાહેર માર્ગો પર જે મસમોટા ખાડા રાજ જોવા મળી રહ્યું છે. દર વર્ષે ચોમાસાની પૂરું થતાંની સાથે જ રોડ રસ્તા ઉપર રીપેરીંગ કામકાજ કરવામાં આવતું હોય છે પણ કોન્ટ્રકર – અધિકારીઓની મિલીભગતથી કમાઈ લેવા જ પેચવર્કના ખેલ શરૂ થવાની સાથે જ દર ચોમાસાંની ઋતુંમાં વરસાદની શરૂઆતના વરસાદ પડવાથી જ આ રોડ રસ્તા ઉપર ઓછા પ્રમાણમાં રોડ રસ્તા માટે વપરાતું મટીરીયલ માં ઓછી ગુણવતા ને કારણે આ જાહેર માર્ગો સામન્ય વરસાદ ને કારણે ધોવાઇ જતાં હોય છે અને તેના કારણે ખાડા પડી જવા ની બૂમ રાડ ઉઠી છે. અહીથી વાહન ચાલકો પોતાના જીવ ના જોખમે પસાર થઇ રહ્યા છે અને કડી ના માર્ગ અને મકાન વિભાગ ના અધિકારીઓ કોઈ મોટી જાન હાની થાય તેની રાહ જોઈને તંત્ર હાથ પર હાથ ધરી બેસી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.