રીપોર્ટ,તસ્વીર- જૈમીન સથવારા
કડી તાલુકાના કાસવા ગ્રામ પંચાયત દ્વારા વિધવા સહાય લાભાર્થીઓને  મંગળવાર ના રોજ વિધવા સહાય ઓર્ડર વિતરણ કરવામાં આવ્યું હતુ. તેમાં ઉપસ્થિત  કડી તાલુકા પંચાયત પ્રમુખ  રમીલાબેન કડી નગરપાલિકા પ્રમુખ શારદાબેન પટેલ ,કડી તાલુકા પંચાયત  વિસ્તરણ અધિકારી કનુભાઈ પટેલ કાસવા પેટા આરોગ્ય કેન્દ્ર કર્મચારીઓ સાથે આંગણવાડી બહેનો શાળાના શિક્ષકઓ ગ્રામજનો અને વિધવા સહાય મેળવનારા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કાસવા ગ્રામ પંચાયતના સરપંચ ગિરીશભાઈ પરમાર દ્વારા વિધવા સહાય તથા ગ્રામ પંચાયતની વિવિધ સેવાઓમાં ઉત્તમ કામગીરી કરવા બદલ તલાટી કમ મંત્રી દિપ્તીબેન આર પટેલ તથા રેવન્યુ તલાટી ચેતનજી ઠાકોરને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો – લોકોએ નંબર માંગ્યો, મહેસાણા-કડીમાં કોઈને કોરોના આવે તો નીતીન પટેલના મદદનીશનો કોન્ટેક્ટ કરવો

 

આજે વિધવા સહાય અંતર્ગત 20 ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા અને અત્યાર સુધી કુલ 60 થી પણ વધારે વિધવા સહાય ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા છે.કાસવા ગામ ની સાથે સાથે કડી તાલુકાના વિડજ,ઇરાણા,દેવગઢ, ડરણ,અલદેસણ ગામ જેવા ઘણા બધા ગામમાં વિધવા સહાય મેળવવામાં મદદ કરવામાં આવી હતી.

Contribute Your Support by Sharing this News: