બનાસકાંઠા જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ના કાયદાની અમલવારી અને લોકોમાં જનજાગૃતિ લાવવા માટે થરાદ ખાતે પોલીસ કર્મચારીઓ તથા તાલુકાના આરોગ્ય સ્ટાફના સહયોગથી તમાકું નિયંત્રણ અંગેની કામગીરી કરવામાં આવી હતી. જેમાં કલમ ૬ (અ) હેઠળ ૬૪ કેસ કરી રૂ. ૯,૨૦૦/-નો દંડ વસુલવામાં આવ્યો હતો. આ સાથે તમાકું કે તમાકુંની બનાવટોનું  સેવન કરી જાહેરમાં થૂંકવાથી કોવિડ-૧૯ થવાનું જોખમ રહેલું હોઇ તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમ બનાસકાંઠા જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ર્ડા. એન.કે.ગર્ગે જણાવ્યું હતું.