નવા શ્રમ કાનુન મુજબ કંપનીઓ ગમે ત્યારે એક સાથે 300 જેટલા વર્કરોની છટણી કરી શકશે !

શેર કરવા અહીં ક્લિક કરો.

બુધવારના રોજ સંસદમાં સરકારે નવો શ્રમ કાયદો પસાર કર્યો છે એ નવા કાનુન મુજબ કારખાનાઓ હવે કોઈ પણ ની અનુમતી વગર જ 300 કર્મચારીઓને નીકાળી શકશે. અત્યાર સુધી આ મર્યાદા માત્ર 100 વર્કરો પુરતી જ હતી, લોકડાઉન દરમ્યાન ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ ની ભાજપ સરકારોએ રોકાણને પોતાના રાજ્યમાં આકર્ષવા માટે વર્કરો માટે કઠોર કાયદા લાગુ કર્યા હતા.

photo credit – facebook

એમ. પી અને યુ.પી. ના શ્રમ કાનુન મુજબ ત્રણ વર્ષ સુધી ત્યાના વર્કરોના કામના કલાકો વધારી દેવામાં આવ્યા હતા,તેમને નોકરી માથી નીકળવાનુ આશાન બની દેવામાં આવ્યુ હતુ, અને તેમને પોતાની વાતને રજુ કરવાનો અધિકાર ને પણ છીનવામાં આવ્યા હતા.

photo credit – facebook

બુધવાર ના રોજ પસાર કરેલ નવા કાનુનો વિરોધ વિવિધ મજુર સંગઠનો કરી રહ્યા છે, આ બીલના વિરોધમાં રાહુલ ગાંધીએ ટ્વીટ કરી સરકાર ઉપર કટાક્ષમાં પ્રહાર કરતા જણાવ્યુ હતુ કે સરકારે ખેડુતો બાદ હવે મજુર ઉપર હુમલો કર્યો છે. તેમને વધુ ટ્વીટમાં ઉમેર્યુ હતુ કે “ગરીબો કા શોષણ, મીત્રો કા પોષણ યહી હૈ બસ મોદી જી કા શાસન”

આ નવા બીલમા યુનીયનની હડતાલ ઉપર અંકુશ લગાવાની માંગ થઈ છે જેમાં રોજગાર,વળતર, અને વર્કરોની છટણી જેવા શરતો લાગુ કરવામાં આવશે. આ નવા કાનુન મુજબ કંપનીને આશાનીથી તાળુ મારી શકાશે.

સરકાર આ નવા શ્રમ અને કૃષી બીલમાં બદલાવો કરી એ જાહેર કરી દીધુ છે કે તેઓ કોર્પોરેટ સેક્ટરની પડખે મજબુતીથી ઉભી છે.આ નવા બીલનુ સમર્થન મોટા વ્યવસાયો કરી રહ્યા છે. આ નવા કાનુન પાછળના ઉદ્દેશ્ય શુ છે એ સૌ લોકો જાણવા માંગે છે. 

આ પણ વાંચો – ઉત્તર ગુજરાતના તમામ APMC વ્યાપારી સંગઠનો કુષી બીલના વિરોધમાં બંધ પાળશે

અત્યારે જ્યારે બેરોજગારીનો દર છેલ્લા 45 વર્ષના તળીયે પહોંચી ગયો છે ત્યારે આ નવો શ્રમ કાયદો કેવી રીતે ઈકોનોમી બુસ્ટ અને રોજગારીને પુરી પાડવા માટે અક્સીર ઈલાજ બનશે એવા અનેક સવાલો થઈ રહ્યા છે.

સરકાર દ્વારા આ નવુ બીલ લાવવાનો ઈરોદો મુડી ને આકર્ષવા માટેનો છે પરંતું એની કોઈ ચોક્કસ સાબીતી નથી કે પુંજીૂ આવવાથી બેરોજગારી ની સમષ્યા ઓછી થઈ જતી હોય છતા પણ આ બધા કાનુન શ્રમીકોના હીતોને કચડીને પસાર કરવામાં આવી રહ્યા હોય એમ આ નવા શ્રમ કાનુન નો વિરોધ કરવા વાળા જણાવી રહ્યા છે.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.