ઓક્ટોબર સુધી સમસ્ત ખેડા જીલ્લામાં કામગીરી પૂર્ણ કરાશે – ચિરાગ પટેલ – સીએસસી મેનેજર ખેડા

નડીઆદ -મીનીસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી કેન્દ્ર સરકારના મંત્રાલય વિભાગ હેઠળ ભારત દેશમાં લગભગ અંદાજીત ત્રણ લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર કાર્યરત છે જે સી.એસ.સી ઈ ગવર્નન્સ સર્વીસ ઇન્ડિયા લીમીટેડ દ્વારા પ્રજાલક્ષી યોજનાઓ પહોંચાડવાનું માધ્યમ છે જેમાં આધાર કાર્ડ ,આયુષમાન ,શ્રમ યોગી ,જીવન પ્રમાણ પત્ર ,બેન્કિંગ ,વીમા સેવા ,એજ્યુકેશન જેવી અંદાજીત ૧૦૦ થી વધુ સેવાઓ છેવાડાના માનવી સુધી ઓપરેટર દ્વારા પૂરી પાડવામાં આવે છે .હાલમાં ડીજીટલ યુગમાં દરેક સ્થળે ઈન્ટરનેટ પહોચે અને સેવાનો લાભ તે હેતુથી ખેડા જિલ્લાની તમામ  ગ્રામ પંચાયત સુધી કામગીરી હાથ ધરી છે . સાથે સાથે દરેક ગ્રામ પંચાયતમાં એક્સેસ વાઇફાઇ પોઇન્ટ મુકવામાં આવશે જેના દ્વારા દરેક ઘર ઘર લાભ મળશે..ખેડા જિલ્લામાં ૧૫૦ ગ્રામ પંચાયતને પહેલા ચરણમાં એક્સેસ પોઇન્ટ નાખવામાં આવશે. જેનું તમામ મોનીટરીંગ સી.એસ.સી ઈ ગવર્નન્સ સર્વીસ ઇન્ડિયા લીમીટેડ કરશે આ અંગેની  વધુ માહિતી આપતા ખેડા જિલ્લાના મેનેજર ચિરાગ પટેલ કહ્યું કે આ ઉપરાત ગ્રામ પંચાયતમાં આવતી ગ્રામપંચાયત ભવન, પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની દુકાન , આંગણવાડી,  પ્રાથમિક શાળા,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ,પોલિસ સ્ટેશનમાં મફત ઇન્ટરનેટ કનેક્શન આપવામાં આવશે.તમામ કામગીરી ઓક્ટોબર સુધી પૂર્ણ કરવામાં આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો તેમજ આ સુવિધા થકી સ્વયમ માહિતી આપલે કરવાનું શીખી  ઉપયોગ કરશે તેમ જણાવ્યું હતું.

અહેવાલ તસ્વીર – જયદીપ દરજી ખેડા

Contribute Your Support by Sharing this News: