રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સુરતમાં પણ ફટાકડા ઉપર શર્તી પ્રતીબંધ મુકાયો

શેર કરવા અહીં ક્લિક કરો.

રાજ્યમાં એક બાદ એક કલેક્ટરના આદેશ મુજબ જીલ્લામાં ફટાકડા ફોડવા ઉપર પ્રતીબંધ મુકવામાં આવી રહ્યા છે. જેમાં આજે સુરત જીલ્લાના મેજીસ્ટ્રેટે જાહેરનામુ પ્રસીધ્ધ કરી ફટાકડા ફોડવા ઉપર પ્રતીબંધ મુક્યો છે. કોરોના વાઈરસના લીધે ફટાકડામાંથી ઉદ્ભવેલ ધુમાડાથી લોકોના સ્વાસ્થ ઉપર નુકસાન ન થાય એ માટે સરકારનો આ નિર્ણયને લોકો આવકારી રહ્યા છે. સુરત જીલ્લના મેજીસ્ટ્રેટે આજે ફટાકડા ઉપર પ્રતીબંધ ફરમાવતા નીચે મુજબના દિશાનિર્દેશ જાહેર કર્યા છે.

(૧) દિવાળીના તહેવારો દરમિયાન રાત્રિના ૦૮.૦૦ થી ૧૦.૦૦ દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.

(૨) સીરીઝમાં જોડાયેલા ફટાકડા (ફટાકડાની લુમ) થી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં, ફોડી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં.

(૩) હાનિકારક ધ્વની પ્રદુષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્રારા અધિકૃત બનાવટ વાળા અને માન્ય ઘ્વનિ સ્તર વાળા ફટાકડા વેચી/વાપરી શકાશે. PESO દ્રારા એવા અધિકૃત/માન્ય ફટાકડાના દરેક બોકસ ઉપર “PESO ની સુચના પ્રમાણેનું” માર્કીંગ હોવું જરૂરી છે.

(૪) હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણીક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.

(૫) કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં.

(૬) ઈ-કોમર્સ વેબસાઈટ ફલીપ કાર્ટ, એમેઝોન સહિતની કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકાશે નહીં કે ઓનલાઈન વેચાણ કરી શકાશે નહીં

(૭) લોકોને અગવડ ઉભી ન થાય, કોઈપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય, તે માટે સુરત ગ્રામ્યના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ / સી.એન.જી પંપ, એલ.પી.જી. બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈમથકની નજીક ફટાકડા દારૂખાનું ફોડી શકાશે નહીં.

(૮) કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ/ આતશબાજ બલુન) નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં. તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહીં. તા.૦૧ ડિસે., ૨૦૨૦ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

 

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.