પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

મહેસાણા નજીક ભાડું ખાતે આવેલી કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ બુધવારે બપોરે આત્મહત્યા કરી લીધી છે. 19 વર્ષીય યુવતીએ હોસ્ટેલમાં જીવન ટુંકાવી દેતા શિક્ષણ સંકુલમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાને લઈ વિસનગર તાલુકા પોલીસે તપાસ કરતા આપઘાતનું કારણ મોડી રાત્રિ સુધી અકબંધ રહ્યું છે.

મહેસાણા નજીક ભાડું કોલેજમાં BSC નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી સંધ્યા ભરતભાઈ કોંકણી મૂળ તાપી જિલ્લાના સુંદરગામની વતની છે. તેણીએ બપોરના ત્રણ વાગ્યા આસપાસ અગમ્ય કારણોસર હોસ્ટેલના રૂમ નંબર 102માં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.ઘટનાની જાણ થતાં વિસનગર તાલુકા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, યુવતીની અભ્યાસમાં અને વર્તણૂકમાં કોઈ ફરિયાદ ન હતી. આથી કયા કારણોસર કેમ આપઘાત કર્યો તે બાબતે પોલીસ પણ મુંઝવણમાં મૂકાઈ છે.

Contribute Your Support by Sharing this News: