પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

ગરવીતાકાત,અમદાવાદ: શાહીબાગમાં ઘેવર કોમ્પ્લેક્સમાં આવેલી ઉમિયા દૂધ ઘર નામની ડેરીમાંથી પોલીસે નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે નકલી ઘીના પાંચ ડબ્બા કબ્જે કરી તપાસ શરૂ કરી છે.

ઘેવર કોમ્પ્લેક્સમાં આવેલી ઉમિયા દૂધ ઘર નામની ડેરીમાં નકલી ઘી બનાવવામાં આવતું હોવાની બાતમીના આધારે શાહીબાગ પોલીસે ડેરીમાં તપાસ કરી હતી. પોલીસને વનસ્પતિ ઘી મળી આવ્યું હતું, જેમાં સોયાબીનું તેલ મિક્સ કરી તેને ઉકાળી ભેળસેળ કરી ઘી બનાવવામાં આવતું હતું. જેને તેઓ ઊંચા ભાવે વેંચતા હતા.

પોલીસે અડધો તેલનો ડબ્બો, નળી, ગેસનો બાટલો અને 10 કિલો ઘી કબ્જે કર્યું હતું. હાંસોલની ખોડિયારધામ સોસાયટીમાં રહેતા યોગેશ પટેલ સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.